૨૫ વર્ષ બાદ શહેનશાહ છોડશે KBC: હોસ્ટ માટે ૪ નામની પસંદગી
બિગબીના ચાહકો માટે નિરાશાજનક સમાચાર : ૮૨ વર્ષીય સુપરસ્ટાર કેબીસી છોડી રહ્યા છે... હાલ તેમનો અનુગામી શોધવા માટે સરવે ચાલી રહ્યો છે

મુંબઇ,તા.૧૨: કૌન બનેગા કરોડપતિ ટીવી શો ઈતિહાસના સૌથી સફળ શોમાં સામેલ છે. કૌન બનેગા કરોડપતિ (KBC) ૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ ૨૫ વર્ષ પૂર્ણ કરશે. KBCની ત્રીજી સીઝન સિવાય અમિતાભ બચ્ચન છેલ્લા ૨૫ વર્ષથી શો હોસ્ટ કરી રહ્યા છે, જેની ત્રીજી સીઝન વર્ષ ૨૦૦૭માં શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. બિગ બી હાલમાં KBC ૧૬ હોસ્ટ કરી રહ્યાં છે. જે ૧૨ ઓગસ્ટથી શરૂ થઈ હતી અને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહી છે. છેલ્લા સાત મહિનામાં ૧૫૦ થી વધુ એપિસોડ લાઇવ થયા છે. આ શો SonyLIV પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે કૌન બનેગા કરોડપતિની આ છેલ્લી સિઝન છે. KBC ૧૫ના છેલ્લા એપિસોડને હોસ્ટ કરતી વખતે ૮૨ વર્ષીય સુપરસ્ટાર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેણે ચેનલને તેના અનુગામી શોધવાની વિનંતી કરી હતી. પરંતુ ચેનલને બચ્ચન માટે કોઈ રિપ્લેસમેન્ટ મળ્યું ન હતું. આ પછી બિગ બીએ KBC ૧૬ના હોસ્ટ તરીકે ચાલુ રાખવું પડ્યું. પરંતુ હવે આ સિઝન આગળ વધી રહી છે. કેબીસીની આગામી સિઝનમાં એક નવો હોસ્ટ જોવા મળશે તેની પુષ્ટિ થઈ ગઈ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ (IIHB) અને Rediffusion's Red Lab દ્વારા એક સરવે કરવામાં આવ્યો, જેમાં ધ્ગ્ઘ્માં અમિતાભની જગ્યાએ દર્શકો કોને જુએ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ૭૬૮ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૪૦૮ પુરુષો અને ૩૬૦ મહિલાઓ હતા.
બિગબીના બદલે કોણ છે ચાર દાવેદાર શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, એમએસ ધોની, હર્ષા ભોગલે, અનિલ કપૂર
શાહરૂખ ખાને સ્ટાર ટીવી પર KBCની સીઝન ૩ હોસ્ટ કરી છે, પરંતુ તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. શોની રેટિંગ શરૂઆતમાં સારી હતી, પરંતુ હોસ્ટ બદલાયા પછી ઘટી ગઈ. જોકે, હવે કિંગ ખાનને તે ૬૩ ટકા વોટ સાથે અમિતાભ બચ્ચનને રિપ્લેસ કરવા માટે ટોચના દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે.
૬૩ ટકા વોટ સાથે શાહરૂખ ખાનને કૌન બનેગા કરોડપતિના આગામી હોસ્ટ તરીકે સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે આ શો હોસ્ટ કરતી ઐશ્વર્યા રાય બચ્ચનને જોનારા લોકોની ટકાવારી ૫૧ ટકા છે. તેણી બીજી શ્રેષ્ઠ પસંદગી હતી. ૧૫ ટકા લોકોએ એમએસ ધોની (૩૭%), હર્ષા ભોગલે (૩૨%) અને અનિલ કપૂરને મત આપ્યો.
જ્યારે ૪૨% લોકોએ કહ્યું કે, અમિતાભ બચ્ચને બને ત્યાં સુધી હોસ્ટ રહેવું જોઈએ. આ યાદીમાં આમિર ખાન, માધુરી દીક્ષિત, શશિ થરૂર અને ચેતન ભગત પણ સામેલ છે. કૌન બનેગા કરોડપતિ ૧૬ અમિતાભ બચ્ચનની છેલ્લી સિઝન છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.(૪૦.૨)
