<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 16th March 2025

પ્રભાસની એક્શન-થ્રિલર ફિલ્મ 'સલાર' રી-રિલીઝમાં 'બાહુબલી'ને આપશે ટક્કર?જોરદાર એડવાન્સ બુકિંગ

'સલાર'નું એડવાન્સ બુકિંગ શરૂ થયાને બે દિવસમાં 50 હજાર ટિકિટ વેચાઈ ગઈ

પ્રભાસની 2023 ની એક્શન-થ્રિલર ફિલ્મ 'સલાર' ફરી એકવાર પડદા પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી અને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. હવે આ ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે. રી-રિલીઝ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે જેમાં ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે.

'સલાર' 21 માર્ચે સિનેમાઘરોમાં રી-રિલીઝ થઈ રહી છે. રી-રિલીઝ થવાના એક અઠવાડિયા પહેલા નિર્માતાઓએ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દીધું છે જેમાં 'સલાર'ની ટિકિટ ઝડપથી વેચાઈ રહી છે. 'સલાર'નું એડવાન્સ બુકિંગ શરૂ થયાને બે દિવસ થઈ ગયા છે અને સકનિલ્કના ડેટા અનુસાર, ફિલ્મની બે દિવસમાં 50 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે.

'સલાર' ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે ત્યારે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ 25 હજાર ટિકિટ વેચાઈ હતી. બીજા દિવસે પણ 'સલાર' ની 25 હજાર ટિકિટ વેચાઈ. 'સલાર' માટે દર્શકોમાં જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે દર્શાવે છે કે પહેલી વખતની જેમ જ આ વખતે પણ પ્રભાસની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરશે અને નવા રેકોર્ડ બનાવશે.

'સલાર' એ 2023 માં સ્થાનિક બોક્સ ઓફિસ પર 406.45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કલેક્શન સાથે તે ભારતની 14મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. હવે રી-રિલીઝ થયા પછી પ્રભાસની ફિલ્મ 2.O (રૂ. 407.05 કરોડ) અને પછી બાહુબલી (રૂ. 421 કરોડ) ના રેકોર્ડ તોડીને 12મા સ્થાને પહોંચી શકે છે.

 

 

 

(8:02 PM IST)