<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 17th March 2025

પડદા પર 'સુપર આઇકોનિક' શ્રીદેવીની ભૂમિકા ભજવવા માંગે છે તમન્ના ભાટિયા

મુંબઈ: અભિનેત્રી તમન્ના ભાટિયા સ્ક્રીન પર સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીની ભૂમિકા ભજવવા માંગે છે. તમન્નાએ કહ્યું તેણીની ઇચ્છા છે કે તે સુપર આઇકોનિક અભિનેત્રીની ભૂમિકા પડદા પર ભજવે.બ્લેન્ડર્સ પ્રાઇડ ફેશન ટૂરમાં બ્લોની લેબલ માટે શો સ્ટોપર રહેલી તમન્નાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે સ્ક્રીન પર કઈ અભિનેત્રીનું પાત્ર ભજવવા માંગે છે, ત્યારે તેણે આઇકોનિક અભિનેત્રી શ્રીદેવીનું નામ લીધું. "મને શ્રીદેવીની ભૂમિકા ભજવવી ગમશે. તે ખૂબ જ પ્રતિષ્ઠિત હતી અને તે એવી વ્યક્તિ છે જેની હું હંમેશા પ્રશંસા કરું છું," ભારતીય સિનેમાની 'પ્રથમ મહિલા સુપરસ્ટાર' તરીકે જાણીતી શ્રીદેવીએ કોમેડીથી લઈને ફેમિલી ડ્રામા સુધી, વિવિધ શૈલીઓ સાથે સિનેમાના દરેક પાસાને સ્પર્શ કર્યો. આજે ભલે તે આપણી વચ્ચે ન હોય, પરંતુ તે પોતાની અદ્ભુત ફિલ્મો દ્વારા હંમેશા જીવંત રહેશે. શ્રીદેવીએ હિન્દીની સાથે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 'મિસ્ટર ઈન્ડિયા', 'ખુદા ગવાહ', 'લાડલા', 'જુદાઈ', 'ઈંગ્લિશ વિંગ્લિશ', 'મોમ' જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ 'મોમ' હતી, જે 2017 માં રિલીઝ થઈ હતી. શ્રીદેવીની પહેલી હિન્દી ફિલ્મ સોલવા સાવન (૧૯૭૯) હતી. અગાઉ, તે જુલી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તેની બહેન તરીકે જોવા મળી હતી.

 

(11:50 PM IST)