તારક મહેતાના ટપ્પુ-સોનુ તેના મિત્રોને મદદ કરવા માટે
ઘરેથી કેમ ભાગ્યા હતા : છેલ્લી ઘડીએ તેમણે બંનેને સમજાવ્યા કે આ રીતે ઘરે પુછ્યા વિના લગ્ન કરવા યોગ્ય નથી : એટલું જ નહિ ટપ્પુએ ફોન કરીને તેમના મિત્રોના માતા પિતાને પણ ત્યાં બોલાવી લીધા આખરે ટપ્પુની સમજાવટથી તેમના મિત્રોના માતા પિતા પણ બંનેના લગ્ન માટે માની ગયા

મુંબઈ તા.૧૮ :
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. અનેકવાર એપિસોડ એટલી હદે રસપ્રદ બની જતાં હોય છે તે લોકો હવે શું થશે તે જાણવા આતુર રહે છે. કંઈક આવું જ બન્યું ગોકુલધામ સોસાયટીમાં. જ્યારે ટપ્પુ અને સોનુને જોવા માટે છોકરા અને છોકરીવાળા આવવાના હતા એ જ દિવસે બંને તેમના ઘરેથી ભાગી ગયા.
ઘરેથી ભાગી ગયા હતા ટપ્પુ અને સોનુ
જ્યારે ટપ્પુ અને સોનુ ઘરેથી ભાગી ગયા ત્યારે જેઠાલાલ અને આત્મારામને લાગ્યું કે બંને ભાગીને લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ તમામ ધારણાઓ ખોટી પડી. જેનો ખુલાસો પછીના એપિસોડમાં થયો હતો. જેમાં ટપ્પુ અને સોનુને મંદિરમાં પ્રવેશતા બતાવવામાં આવ્યા છે. પંડિતજી પણ હાજર છે, આખી ટપુસેના પણ તેમની સાથે છે. પરંતુ આ શું… તેમના કોલેજના બે મિત્રો જે અગાઉ પણ તેમના ઘરે આવ્યા હતા તેઓ દુલ્હા અને દુલ્હનના પરિધાનમાં મંદિરમાં હતા.
ટપ્પુ અને સોનુ કોના લગ્ન માટે મંદિર પહોંચ્યા હતા
બંને ટપુ અને સોનુના મિત્રો હતા. જેઓ એકબીજાને પ્રેમ કરતાં હતા પરંતુ તેમના પરિવારે ના પાડતાં ભાગીને લગ્ન કરવા જઈ રહ્યા હતા. અને આ માટે તેમણે ટપુ સેનાની મદદ માંગી હતી. છેક સુધી ટપુ સેનાએ તેમને મદદ કરી પરંતુ છેલ્લી ઘડીએ તેમણે બંનેને સમજાવ્યા કે આ રીતે ઘરે પુછ્યા વિના લગ્ન કરવા યોગ્ય નથી અને એટલું જ નહિ ટપ્પુએ ફોન કરીને તેમના મિત્રોના માતા પિતાને પણ ત્યાં બોલાવી લીધા હતા. આખરે ટપ્પુની સમજાવટથી તેમના મિત્રોના માતા પિતા પણ બંનેના લગ્ન માટે માની ગયા હતા.
