દીપવીરનો સ્ટાઇલિશ ઍરપોર્ટ લુક ચર્ચામાં

દીપિકા અને રણવીર પેરિસ ફેશન વીકમાં હાજરી આપ્યા પછી પરત ફયા* ત્યારે તેમની સ્ટાઇલ અલગ જ હતી
મુંબઈ, તા.૧૮ઃ બૉલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પૅરિસ ફૅશન વીકમાં હાજરી આપ્યા પછી ૧૫ માર્ચની મોડી રાત્રે ભારત પાછાં ફર્યાં. દીપિકા પાદુકોણ ફ્રેન્ચ બ્રૅન્ડ લુઈ વિત્તોંના શોમાં ભાગ લેવા પૅરિસ પહોંચી હતી. દીપિકા જ્યારે ભારત પરત ફરી ત્યારે તેની સાથે પતિ રણવીર સિંહ પણ હાજર હતો અને ઍરપોર્ટ પર પાપારાઝી દ્વારા બન્નેની તસવીરો ક્લિક કરવામાં આવી.
ઍરપોર્ટ પર રણવીર સિંહે બ્રાઉન ગ્લાસિસ પહેર્યા હતા અને બ્લૅક સ્નીકર્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણે બ્લૅક ટી-શર્ટ અને પૅન્ટ સાથે મૅચિંગ લૉન્ગ ઓવરકોટ પહેર્યો હતો અને તે ખૂબ જ ડૅશિંગ દેખાઈ રહ્ના હતો. આ સમયે દીપિકા બ્લૅક શર્ટ અને મૅચિંગ ટ્રાઉઝર્સ સાથે દેખાઈ. બ્લૅક બૂટ્સ અને સનગ્લાસિસ સાથે દીપિકાઍ પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે ગોલ્ડન ઇઅર-રિંગ્સ, પોનીટેલ અને મિનિમલ મેકઅપ સાથે ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહી હતી. (રર.૮)
