News of Saturday, 22nd March 2025
‘જોલી એલએલબી-૩' આવશે સપ્ટેમ્બર મહિનાની ૧૯મી તારીખે
જોલી મિશ્રા અને જોલી ત્યાગીના રોલમાં અક્ષય કુમાર, અરશદ વારસી કરશે જમાવટ

મુંબઇ તા. ૨૨: બોલીવૂડમાં સિક્વલ-ફ્રેન્ચાઇઝીના ચલણ વચ્ચે વધુ એક આવી ફિલ્મ રીલીઝ થવા જઇ રહી છે. અક્ષય કુમારની જોલી એલએલબી-૩ની રીલીઝ ડેટ જાહેર થઇ ગઇ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે અરશદ વારસીનું પણ કમબેક થઇ રહ્યું છે. ફિલ્મ ૧૯મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે.
સુભાષ કપૂરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ડાર્ક કોમેડી જોનરની છે. અગાઉ જોલી એલએલબી અને જોલી એલએલબી-૨ને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. બાદમાં નિર્માતાઓએ ત્રીજો ભાગ બનાવવાનું શરૂ કર્યુ હતું. પહેલી ફિલ્મમાં અરશદ વારસી મુખ્ય ભુમિકામાં હતો. બીજા ભાગમાં અક્ષય કુમારની એન્ટ્રી થઇ હતી. હવે આ બંને ત્રીજા ભાગમાં સાથે જોવા મળશે. અક્ષય જોલી મિશ્રા અને અશરદ જોલી ત્યાગીના રોલમાં જોવા મળશે. આઠ વર્ષ પછી આ ફ્રેન્ચાયઝીની ત્રીજી ફિલ્મ આવશે. પહેલો ભાગ ૨૦૧૩માં, બીજો ૨૦૧૭માં આવ્યો હતો.
(2:31 PM IST)
