<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 25th March 2025

ઓસ્‍કર માટે ભારતીય ફિલ્‍મોને કેમ નકારવામાં આવે છે? દીપિકાનો સવાલ

ભારતીય સિનેમા વારંવાર ઓસ્‍કરથી વંચિત કરવામાં આવે છે! ‘લાપતા લેડીઝ' ઓસ્‍કર સુધી પહોંચી, પણ એવોર્ડ જીતવામાં અસફળ રહીઃ દિપીકા : આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્‍મ ઓસ્‍કરના રેસમાંથી બહાર થઇ છે. ભારતીય સિનેમા સાથે અન્‍યાય થઈ રહ્યો છે

મુંબઈ,તા.૨૫: આ વર્ષે કિરણ રાવ દિગ્‍દર્શિત ફિલ્‍મ ‘લાપતા લેડીઝ'ને ભારત તરફથી ઓસ્‍કર માટે ઓફિશિયલ એન્‍ટ્રી તરીકે મોકલવામાં આવી હતી, પરંતુ ફિલ્‍મ ઓસ્‍કર એવોર્ડ જીતવામાં અસફળ રહી હતી. આ પહેલો પ્રસંગ નથી જ્‍યારે કોઈ ભારતીય ફિલ્‍મ ઓસ્‍કર સુધી પહોંચી હોવા છતાં જીત મેળવી શકી નથી. તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે ભારતીય ફિલ્‍મોની હાર પર દુઃખ વ્‍યક્‍ત કર્યું અને કહ્યું કે આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્‍મ ઓસ્‍કરના રેસમાંથી બહાર થઈ છે. દીપિકા પાદુકોણે કહ્યું કે ભારતીય સિનેમા અને ભારતીય પ્રતિભાઓ સાથે વારંવાર આ પ્રકારનો અન્‍યાય થઈ રહ્યો છે. ભારતની ફિલ્‍મો અને ટેલેન્‍ટને ઘણીવાર નકારવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ છે.

રવિવારની સાંજે, દીપિકા પાદુકોણે પેરિસમાં લુઈ વિત્તોં શો માટે તૈયાર થતી વખતે એક ઇન્‍સ્‍ટાગ્રામ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે ઓસ્‍કર અંગે પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા અને ૨૦૨૩ના ઓસ્‍કર સેરેમનીમાં ‘RRR' ના ‘નાટુ નાટુ' ગીતની ઐતિહાસિક જીતને યાદ કરી. વીડિયોમાં દીપિકાએ કહ્યું કે આ વર્ષની ઓસ્‍કર વિજેતાઓમાં એક એવી વ્‍યક્‍તિ છે, જેની જીતથી તેને ખૂબ જ આનંદ થયો હતો. તે છે એડ્રિયન બ્રોડી, જેણે ‘The Brutalist' માં પોતાના અદભૂત અભિનયથી લોકોનું દિલ જીતી બેસ્‍ટ એક્‍ટરનું એવોર્ડ જીત્‍યું હતું.૭

દીપિકા પાદુકોણે ભારતની ઓસ્‍કર જીતની અભાવ અંગે પણ વાત કરી. તેણે કહ્યું, ભારતને વારંવાર ઓસ્‍કરથી વંચિત કરવામાં આવ્‍યું છે. એક કે બે નહીં, અનેક લાયકાત ધરાવતી ફિલ્‍મોને નકારી કાઢવામાં આવી છે. ફિલ્‍મ હોય કે ટેલેન્‍ટ, ભારત સાથે ઘણા વખતથી અન્‍યાય થઈ રહ્યો છે. પણ મને યાદ છે, જ્‍યારે ‘RRR' નું નામ ઓસ્‍કરમાં જાહેર કરવામાં આવ્‍યું, ત્‍યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. ભારતીય હોવા ઉપરાંત તે ફિલ્‍મ સાથે મારું કોઈ સીધું જોડાણ ન હતું, પરંતુ તે એક ગર્વની ક્ષણ હતી. મારી માટે એ જીત ભારતીય હોવાના લીધે મહત્ત્વપૂર્ણ હતી.

૨૦૨૩માં ઓસ્‍કર સેરેમનીમાં ‘RRR' ના ‘નાટુ નાટુ' ગીતે ઓસ્‍કર જીતી ભારતીય સિનેમાને વૈશ્વિક સ્‍તરે ગર્વ અપાવ્‍યું હતું. દીપિકા પાદુકોણના વીડિયોમાં કેટલીક મહાન ભારતીય ફિલ્‍મોની ઝલક પણ જોવા મળી. તેમાં પાયલ કપાડિયાની ‘All We Imagine As Light', કિરણ રાવની ‘લાપતા લેડીઝ', રાહી અનિલ બર્વે દિગ્‍દર્શિત ‘તુમ્‍બાડ' અને રિતેશ બત્રાની ‘The Lunchbox' જેવી ફિલ્‍મો સામેલ છે. આ ફિલ્‍મોને વિશ્વભરમાં પ્રશંસા મળી હોવા છતાં, એક પણ ફિલ્‍મ ઓસ્‍કર માટે નામાંકિત થઈ ન હતી.(૪૦.૪)

(9:57 AM IST)