<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 26th March 2025

૭૦ વર્ષની રેખાની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે?

લેટેસ્‍ટ ફોટો છે એનો પુરાવો

મુંબઈ, તા.૨૬:  રેખાએ હાલમાં ૭૦ વર્ષની વયે દુલ્‍હનની જેમ સરસ રીતે તૈયાર થઈને સુંદર ગુલાબી અનારકલીમાં ફોટોશૂટ કરાવ્‍યું છે જેના ફોટો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. રેખા આ ફોટોમાં ભારે ખૂબસૂરત લાગે છે. ફોટોગ્રાફર ડબ્‍બુ રત્‍નાણીએ રેખાના આ ફોટો શૅર કર્યા છે. એ જોતાં રેખાની ‘ઉમરાવજાન' યાદ આવી ગઈ હતી. રેખાના આ ફોટો જોઈને ચાહકો તેને એવરગ્રીન બ્‍યુટી ગણાવીને એવી કમેન્‍ટ કરી રહ્યા છે કે આ ઍક્‍ટ્રેસની ઉંમર વધવાને બદલે ઘટી રહી હોય એવું લાગે છે.

(4:05 PM IST)