News of Monday, 31st March 2025
‘જાટ’માં સની દેઓલ સાથે જોવા મળશે ઉર્વશી રૌતેલા : કહ્યું- ’12 વર્ષ પછી સાથે કામ કર્યું

મુંબઇ: અભિનેત્રી ઉર્વશી રૌતેલા ૧૨ વર્ષ પછી અભિનેતા સની દેઓલ સાથે કામ કરી રહી છે. રૌતેલા ટૂંક સમયમાં ‘જાટ’ ફિલ્મના ‘ટચ કિયા’ ગીતમાં જોવા મળશે. અભિનેત્રી આગામી પ્રોજેક્ટ વિશે ખૂબ જ ઉત્સાહિત છે.ઉર્વશીએ કહ્યું, “૧૨ વર્ષ પછી સની દેઓલ સર સાથે કામ કરવું ખૂબ જ સરસ છે અને હું આ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું. તેઓ એક મહાન એક્શન હીરો છે અને હું ‘જાટ’માં તેમની સાથે કામ કરવા માટે રોમાંચિત છું.”ઉર્વશી રૌતેલાએ 2013 માં આવેલી ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’ માં સની દેઓલ સાથે કામ કર્યું છે. તેણીએ કહ્યું, “જ્યારે હું 19 વર્ષની હતી, ત્યારે તેમણે મને 2013 ની હિટ ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’ માં કાસ્ટ કરી હતી, જે મુખ્ય ભૂમિકામાં મારી પહેલી ફિલ્મ હતી. અમે આગામી ફિલ્મ માટે ફરી સાથે છીએ.”
(5:07 PM IST)
