બોક્સ ઓફિસમાં તહેલકો મચાવનાર ' છાવા' OTT પર થઈ રિલીઝ : જાણો ક્યાં જોઈ શકાશે
સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'છાવા' ની OTT પરની પુષ્ટિ કરી

મુંબઈ :વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'છાવા' છેલ્લા 2 મહિનાથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ઐતિહાસિક ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમ્યું અને તેણે જોરદાર બિઝનેસ પણ કર્યો છે. ઘણા રેકોર્ડ બનાવ્યા પછી, 'છાવા' હવે OTT પર પણ રિલીઝ થઈ ગઈ છે.વિકી કૌશલની આ બ્લોકબસ્ટર ફિલ્મ ક્યાં સ્ટ્રીમ થઈ રહી છે.
ગુરુવારે, સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'છાવા' ની OTT રિલીઝ તારીખની પુષ્ટિ કરી છે. જે મુજબ આ અદ્ભુત ફિલ્મ 11 એપ્રિલ એટલે કે આજે રિલીઝ થઈ છે.
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, આ ઐતિહાસિક એક્શન ફિલ્મ મરાઠા સામ્રાજ્યના બીજા શાસક સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્કી કૌશલે સંભાજી મહારાજનું પ્રતિષ્ઠિત પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે.
'છાવા'એ વિશ્વભરમાં 790.14 કરોડ રૂપિયા (92 મિલિયન યુએસ ડોલર) ની જંગી કમાણી કરી છે અને સ્થાનિક બજારમાં તેનું કલેક્શન 600 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે, તે 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ઉપરાંત, ફિલ્મના જબરદસ્ત બોક્સ ઓફિસ પ્રદર્શને તેને ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં આઠમું સ્થાન આપ્યું છે. તે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં તેરમા ક્રમે છે.
