<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 18th April 2025

હવે બોલિવુડની સકીના એટલે કે અમીષા પટેલના પ્રેગ્રેન્ટ હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં તેજ : સોશિયલ મીડિયા પર તસવીરોને આધારે આ અટકળો ચર્ચાનું કેન્દ્ર

તસવીર જોઈને એક યુઝરે પ્રેગ્નન્ટ ! બીજા યુઝરે કહ્યું, શું તમે પ્રેગ્નન્ટ છો ? એક યુઝરે કહ્યું કે તે 8 મહિનાની પ્રેગ્નેટ હોય તેવું લાગે છે. બીજા યુઝરે લખ્યું, મમ્મીજી.

મુંબઈ તા.૧૮: હિન્દી સિનેમામાં અભિનેત્રીઓની ગર્ભાવસ્થાની અફવાઓ વારંવાર ઉડી રહી છે. હવે બોલિવુડની સકીના એટલે કે અમીષા પટેલના પ્રેગ્રેન્ટ હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં તેજ થઈ રહી છે.

અમીષા પટેલના પ્રેગ્નેટ હોવાની ચર્ચા

અમીષા પટેલે સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે. અમીષા પટેલે ગઈકાલે તેના ઇન્સ્ટાગ્રામ પર લીલા રંગના સ્વિમસ્યુટમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં એક તસવીરમાં તેનું પેટ ઉપસેલું દેખાઈ રહ્યું છે. જેને લઈને યુઝર્સ અમીષા પટેલ પ્રેગ્નેટ હોવાની અટકળો લગાવી રહ્યા છે.

તસવીર જોઈને એક યુઝરે પ્રેગ્નન્ટ ! બીજા યુઝરે કહ્યું, શું તમે પ્રેગ્નન્ટ છો ? એક યુઝરે કહ્યું કે તે 8 મહિનાની પ્રેગ્નેટ હોય તેવું લાગે છે. બીજા યુઝરે લખ્યું, મમ્મીજી. આવી કમેન્ટ કરીને લોકોએ આ પોસ્ટ પર પ્રશ્નો ઉભા કર્યા છે.અનેક યુઝરે તો તેમને અભિનંદન પણ આપી દીધા હતા. જો કે અમીષા પટેલ પ્રેગ્નેટ હોવાની સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. માત્ર સોશિયલ મીડિયા પર તસવીરોને આધારે આ અટકળો લગાવવામાં આવી રહી છે. જેની ગુજરાતી જાગરણ પુષ્ટિ કરતું નથી.

 

(4:26 PM IST)