<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 21st April 2025

લગ્નની વર્ષગાંઠ પર ઐશ્વર્યારાયે અભિષેક બચ્ચન પર લૂટાવ્યું દિલ :છૂટાછેડાની અફવાઓનો છેદ ઉડાડ્યો

આ તસવીર શેર કરતાં ઐશ્વર્યાએ કેપ્શનમાં વ્હાઈટ કલરની દિલની ઈમોજી પણ શેર કરી

મુંબઈ : બોલિવૂડના પાવરફુલ કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ હંમેશા આવતી રહે છે. જો કે, દર વખતે આ અફવાઓ ખોટી સાબિત થઈ છે. આ કપલે 20 એપ્રિલના રોત તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. આ ખાસ અવસરે ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન સાથે ખૂબસૂરત તસવીર શેર કરી હતી. આ સાથે જ તમામ છૂટાછેડાની અફવાઓને નકારી દીધી છે.

ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ એક એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ પોસ્ટમાં ઐશ્વર્યાની સાથે અભિષેક બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે. આ તસવીરને ઐશ્વર્યાએ તેની અને અભિષેકની મેસેજ એનિવર્સરી પર શેર કરી છે. આ તસવીર શેર કરતાં ઐશ્વર્યાએ કેપ્શનમાં વ્હાઈટ કલરની દિલની ઈમોજી પણ શેર કરી છે. આ તસવીર પણ યૂઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(2:38 PM IST)