શિક્ષકે મારા અંડરગારમેન્ટમાં હાથ નાખી દીધો:બ્રા સ્ટ્રીપ ખેંચત્તો : અશ્લિલ હરકત કરતો: TMKOCના બબિતાજીનો મોટો ખુલાસો
મુનમુન દત્તાએ જણાવ્યું કે, આ બધી ઘટના છે જેની મારા મગજ પર ખૂબ ખરાબ અસર પડી હતી. એક સમય એવો આવ્યો કે મને પુરુષોથી જ નફરત થવા લાગી

મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર મુનમુન દત્તાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક સમયમાં તે પુરુષોથી નફરત કરવા લાગી હતી.
એક ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ ખુલાસો કર્યો હતો કે તેની સાથે બાળપણમાં ઘણી વાર હરેસમેન્ટની ઘટના બની છે. આ ઘટનાઓએ મુનમુન દત્તાને ખૂબ પરેશાન કરી હતી.
અભિનેત્રીએ જણાવ્યું કે, પડોસમાં કાકા મને ખરાબ નજરે જોતાં હતા. તે મને પકડી લેતા હતા. ધમકી આપતા હતા કે હું કોઈને કશું ન કહું. તેમનાથી મને ખૂબ ડર લાગતો હતો
મુનમુન દત્તાએ વધુમાં જણાવ્યું, તે વ્યક્તિએ મારો ઉછેર થતા જોયો છે પરંતુ તેની નજર ખરાબ હતી. તેની નજરે હું મોટી થઈ રહી હતી, મારી અંદર બદલાવ થઈ રહ્યા હતા.
મુનમુન દત્તાએ વધુમાં કહ્યું, હું જે ટીચર પાસે ટ્યુશન લેતી હતી તેને મારા અંડરગારમેન્ટમાં હાથ નાખી દીધો હતો. આ ઘટનાએ મારી દશા ખરાબ કરી દીધી હતી.
મુનમુન દત્તાએ જણાવ્યું કે, આ બધી ઘટના છે જેની મારા મગજ પર ખૂબ ખરાબ અસર પડી હતી. એક સમય એવો આવ્યો કે મને પુરુષોથી જ નફરત થવા લાગી.
મુનમુન દત્તાએ માન્યુ કે જો આજના સમયમાં કોઈ મારી સાથે આવી હરકત કરે તો હું તેને ચીરીને મૂકી દવ. અત્યારે બધું બદલાઈ ગયું છે.
