<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 23rd April 2025

તારક મહેતા શોના એક્‍ટરે કરી આત્‍મહત્‍યા

લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્‍યા

 

 

મુંબઇ તા.ર૩: ટીવી ઈન્‍ડસ્‍ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્‍યા છે. ફેમસ સીરિયલ ‘‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા''માં કામ કરનાર અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મળત હાલતમાં મળી આવ્‍યા હતા. અભિનેતાનું મળત્‍યુ અકસ્‍માત નથી પરંતુ આત્‍મહત્‍યા છે. જેની સત્તાધીશોએ પુષ્ટિ કરી છે.

અભિનેતાએ લગભગ ૬ મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું. જે બાદ તેણે મેરઠ સ્‍થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું. તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્‍યા છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું નહોતું અને તે આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તો તેના નજીકના લોકો કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો.

લલિત મનચંદાના મળત્‍યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આભ તૂટી પડ્‍યું છે. અભિનેતાના પરિવારમાં તેની પત્‍ની તરુ મનચંદા, ૧૮ વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા છે. પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા. સોમવારે સવારે જ્‍યારે તેમના પરિવારના સભ્‍યો તેને ચા માટે જગાડવા આવ્‍યા ત્‍યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી.

બોડીને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી

આ પછી પરિવારજનોએ તાત્‍કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી બોડીને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી હતી. દિવંગત અભિનેતાના પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્‍કાર કર્યા હતા. હાલમાં માત્ર પરિવારના સભ્‍યો જ નહીં પરંતુ ટીવી ઈન્‍ડસ્‍ટ્રીના સ્‍ટાર્સ પણ આ સમાચારથી ચોંકી ગયા છે. લલિત મનચંદાના ટીવી શોની વાત કરીએ તો તારક મહેતાઁ સિવાય તે ક્રાઈમ શોમાં પણ જોવા મળી ચૂકયો છે. (૩પ.૧૦)

(10:01 AM IST)