<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 24th April 2025

દયાભાભીની ગરબા શૈલી સ્ક્રિપ્ટનો ભાગ નહોતી,દિશાએ પોતાના અંદાજમાં તે રજૂ કરી હતી અને તે ખૂબ પસંદ પણ કરવામાં આવી : અસિત મોદી

દયાબેનનો ડાયલોગ 'હે મા, માતાજી' અને દયાનું જીવન પરિવારની આસપાસ ફરતું રહે છે તે ગુજરાતી લોકોમાં ખૂબ જ સામાન્ય છે : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નિર્માતા

મુંબઈ તા.૨૪ : લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હંમેશા ચર્ચામાં રહે છે. આ શો વર્ષોથી દર્શકોની પ્રથમ પસંદ રહ્યો છે. આ શોના દરેક પાત્રને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. પરંતુ, આ શોમાં દયાબેન અને જેઠાલાલના પાત્રો દર્શકોને સૌથી વધુ ગમે છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી દયાબેનનો રોલ પ્લે કરનારી દિશા વાકાણી 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી, જે બાદથી તેણી શોમાં પરત ફરી નથી. જેના કારણે દર્શકો શોમાં દયાબેનને ઘણા મિસ કરી રહ્યા છે અને તેમની વાપસીની રાહ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હવે આ શોના નિર્માતા અસિત મોદીએ  એક ઇન્ટરવ્યુમાં, દિશા વાકાણીના ઓડિશનના સમય વિશે ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, દયાબેનનો ડાયલોગ 'હે મા, માતાજી' અને દયાનું જીવન પરિવારની આસપાસ ફરતું રહે છે તે ગુજરાતી લોકોમાં ખૂબ જ સામાન્ય છે. દયાબેનનું બાલ્કનીમાં આવીને જેઠાલાલને અવાજ આપીને બોલાવવું તેના પોતાના પરિવારના વાસ્તવિક જીવનથી પ્રેરિત છે.

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે તેના પિતા કામ પર જતા હતા, ત્યારે તેની માતા ઘણીવાર તેના પિતાને બાલ્કનીમાંથી અવાજ આપીને બોલાવતી હતી. આ ઉપરાંત, દયાની ગરબા શૈલી સ્ક્રિપ્ટનો ભાગ નહોતી. દિશાએ પોતાના અંદાજમાં તે રજૂ કરી હતી અને તે ખૂબ પસંદ પણ કરવામાં આવી.

(3:36 PM IST)