પહેલગામ હુમલા બાદ સલમાનનો મહત્ત્વનો નિર્ણય : ધ બોલીવૂડ બિગ વન નામની ટૂરને રી-શેડ્યુલ કરાઈ
ચોથી મેએ આ શો મેનચેસ્ટરમાં અને લંડનમાં પાંચમી મેના રોજ થવાનો હતો

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો હતો. આ હુમલાને પગલે ભારતીયોમાં પાકિસ્તાન સામેનો ગુસ્સો વધી રહ્યો છે, ત્યારે આ બધા વચ્ચે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આવો જોઈએ શું છે સલમાનનો આ મહત્ત્વનો નિર્ણય.
વાત જાણે એમ છે કે હાલમાં યુકે ખાતે સલમાન ખાનનો શો ધ બોલીવૂડ બિગ વન નામની એક ટૂર થવાની હતી. પરંતુ હવે આ ટૂરને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ચોથી મેથીના આ શો મેનચેસ્ટરમાં અને લંડનમાં પાંચમી મેના થવાનો હતો. પરંતુ હવે ઓર્ગેનાઈઝરે એક સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે સલમાન ખાનની આ ટૂરને રી-શેડ્યુલ કરવામાં આવી છે.
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમને યુકેમાં થનારા અપકમિંગ શોને લઈને એક મહત્ત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ. આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ધ્યાથી વિચાર કરતાં ભારત-પાકિસ્તાનના હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લીને આ ટૂરને રિશિડ્યુલ કરવામાં આવી છે.
