<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 29th April 2025

મહાકુંભની વાયરસ ગર્લ મોનાલિસાનો બદલાયો અંદાજ: હવે અભિનેત્રીઓને આપશે ટક્કર :બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

હવે મોનાલિસાનો એક નવો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મુંબઈ : પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભએ રાતોરાત ઘણા નવા ચહેરાઓને સ્ટાર બનાવી દીધા. તેમાંથી સૌથી લોકપ્રિય ચહેરો મોનાલિસા ભોંસલે છે, જે હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. મહાકુંભથી ખ્યાતિ મેળવ્યા બાદ, મોનાલિસા હવે બોલિવૂડમાં તેના ડેબ્યૂની તૈયારી કરી રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા પણ તે ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળી છે, જ્યાં તેની બદલાયેલી શૈલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

હવે મોનાલિસાનો એક નવો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં તેનો મેકઓવર એવો છે કે પહેલી નજરે તેને ઓળખવો મુશ્કેલ બની જાય છે.

આ વિડિયો મેકઅપ આર્ટિસ્ટ મોહસિના અંસારીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે મોનાલિસાને દુલ્હન તરીકે તૈયાર કરતી જોવા મળી રહી છે. વિડિયોમાં મોનાલિસાએ સુંદર લાલ બ્રાઇડલ આઉટફિટ પહેર્યો છે. તેના વાળ બનમાં બાંધેલા હતા અને તેના લુકને લીલા રંગના ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતાં.

આ બ્રાઇડલ લુક ઉપરાંત, વિડિયોમાં મોનાલિસાનો એક મોર્ડન લુકમાં પણ જોવા મળે છે. તે બંને લુકમાં ખૂબ જ સુંદર લાગે છે, અને આ ફેરફાર લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે.

 


 

(10:02 PM IST)