<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 2nd May 2025

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામા 'એકમેવ સેક્રેટરી'ની ભૂમિકા માટે મંદાર ચાંદવાડકર પહેલી પસંદ નહોતા, જો બધુ બરાબર રહ્યું હોત તો કદાચ મંદાર ચાંદવાડકર ને બદલે ભીડેના રોલમાં શૈલેષ દાતાર હોત : માધવીનો ખુલાસો

તારક મહેતાના ઓડિશન માટેસોનાલિકા દીકરીને પાડોશી પાસે છોડીને ગઈ હતી,ઓડિશન માટે સોનાલિકાએ પૈઠાણી સાડી પહેરી હતી અને તેના પાત્ર સાથે મેળ ખાતો લાક્ષણિક મહારાષ્ટ્રીયન લુક અપનાવ્યો હતો

મુંબઈ તા.૨ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માધવીના કેરેક્ટરને ઓળખતા જ હશે. આ કિરદાર અભિનેત્રી સોનાલિકા જોશી નિભાવી રહી છે. સોનાલિકા એ તાજેતરમાં રાજશ્રી મરાઠીની યુટ્યુબ ચેનલ પર એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેના મિત્ર શૈલેષ દાતારના કહેવાથી જ તે આ સિરિયલના ઓડિશન માટે ગઈ હતી. સોનાલિકાએ કહ્યું કે શૈલેષ પણ ઓડિશન આપવા ગયો હતો પણ તે સમયે તે બીજા શો માટે પણ ઓડિશન આપ્યું હતું પણ તારક મહેતાની ટીમે તેણે એડજસ્ટ ના કરી આપતા તેણે ભીડેની ભૂમિકા છોડી અને બીજો શો અપનાવી લીધો.

એટલે કે તારક મહેતાના 'એકમેવ સેક્રેટરી'ની ભૂમિકા માટે મંદાર ચાંદવાડકર પહેલી પસંદ નહોતા. જો બધુ બરાબર રહ્યું હોત તો કદાચ મંદાર ચાંદવાડકર ને બદલે ભીડેના રોલમાં શૈલેષ દાતાર હોત.

મિત્રના કહેવાથી ઓડિશન આપ્યું

સોનાલિકા એ જણાવ્યું કે શૈલેષે તેને કહ્યું હતું કે શોમાં ભીડેની પત્ની માટે એક અભિનેતાની જરૂર છે અને તેણે તેના માટે ઓડિશન આપવું જોઈએ. ત્યારબાદ સોનાલિકાએ માધવીના રોલ માટે ઓડિશન આપ્યું. "શરૂઆતમાં હું ખચકાટ અનુભવતી હતી, પણ શૈલેષે મને કહ્યું પછી મને લાગ્યું કે હું એક પ્રયાસ કરી શકું છું,"

5 વર્ષની દીકરીને મૂકીને જવાનું સરળ નહોતું

સોનાલિકાએ જણાવ્યું કે જ્યારે તેણે ઓડિશન આપ્યું ત્યારે તેની દીકરી ચાર કે પાંચ વર્ષની હતી. તેણે કહ્યું "મારી દીકરી ખૂબ નાની હતી જ્યારે મારે ઓડિશન આપવાનું હતું. તે ફક્ત ચાર કે પાંચ વર્ષની હતી. તેને એકલી છોડવી મારા માટે મુશ્કેલ હતું. આ કારણે હું ઓફરો નકારી કાઢતી હતી. અમે કાંદિવલીમાં રહેતા હતા અને તે સમયે અંધેરી જવાનું ખૂબ મુશ્કેલ હતું. ત્યારે અમારી પાસે કાર નહોતી, પરંતુ અમારી આર્થિક સ્થિતિ સારી હતી." તારક મહેતાના ઓડિશન માટેસોનાલિકા દીકરીને પાડોશી પાસે છોડીને ગઈ હતી.

ઓડિશન માટે સોનાલિકાએ પૈઠાણી સાડી પહેરી હતી અને તેના પાત્ર સાથે મેળ ખાતો લાક્ષણિક મહારાષ્ટ્રીયન લુક અપનાવ્યો હતો. સોનારિકાએ કહ્યું કે મહારાષ્ટ્રીયન લુક તેના માટે કામ કરી ગયો અને તેને આખી ઓડિશન પ્રક્રિયામાંથી પસાર થયા વિના પસંદ કરવામાં આવી 

શૈલેષ દાતાર કોણ છે?

શૈલેષ દાતાર એક અભિનેતા છે. તેમણે ઘણી મરાઠી સિરિયલોમાં કામ કર્યું છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી ટીવી પર દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોના પાત્રો ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. શોમાં માધવીનું પાત્ર ભજવતી સોનાલિકા જોશીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેને આ ભૂમિકા કેવી રીતે મળી. સોનાલિકાએ જણાવ્યું કે તે તેના એક મિત્રના આગ્રહથી શોના ઓડિશન માટે આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે મંદાર ચાંદવાડકર પહેલા કોઈ અન્ય અભિનેતા આત્મારામ ભીડેનું પાત્ર ભજવવાના હતા.

(4:48 PM IST)