News of Monday, 5th May 2025
ભાગ્યશ્રીના પતિદેવે લગાવી પત્નીના નામની મેંદી

મુંબઈ,તા.૦૫: ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે તેના પતિ હિમાલય દાસાણીએ પત્નીના નામની મેંદી પોતાના હાથમાં લગાવી છે.
ભાગ્યશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો આ વિડિયો જોઈને લાગે છે કે ભાગ્યશ્રી તેમ જ હિમાલય કોઈ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં અને લગ્નના માહોલમાં હિમાલયે રોમેન્ટિક થઈને પત્નીના નામનું ઇનિશ્યલ પોતાના હાથમાં મેંદીથી ડિઝાઇન કરાવ્યું હતું.
(10:12 AM IST)
