મેટ ગાલામાં શાહરૂખ ખાન છવાયોઃદિલજીતે રચ્યો ઇતિહાસઃ કિયારા-પ્રિયંકા સહિતની હસ્તીઓએ દિલ જીતી લીધા
‘ઓસ્કાર ઓફ ફેશન' તરીકે ઓળખાતા મેટ ગાલા ૨૦૨૫નો પ્રારંભઃ જે દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે યોજાય છે

ન્યુયોર્ક,તા.૦૬: ‘ઓસ્કાર ઓફ ફેશન' તરીકે ઓળખાતી ઇવેન્ટ, મેટ ગાલા ૨૦૨૫ શરૂ થઈ ગઈ છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પહેલીવાર ભાગ લીધો હતો. શાહરુખે રેડ કાર્પેટ પર પોતાનું સુપર સ્ટારડમ બતાવ્યું. શાહરુખ ઉપરાંત, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સહિત ઘણા ભારતીય કલાકારોએ તેમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.
શાહરૂખ ખાને મેટ ગાલામાં પોતાનો પહેલો ભવ્ય દેખાવ કર્યો હતો જ્યાં તેણે સુપરફાઇન ટેલરિંગ બ્લેક સ્ટાઇલ થીમ સાથે સુસંગત, કાળા સબ્યસાચીના સુટ અને ગોલ્ડન જ્વેલરી પહેરીને એક આકર્ષક એન્ટ્રી કરી હતી. શાહરૂખે સ્ટાઇલિશ બ્લેક સૂટ, 'SRK' અનõ 'K' અક્ષરોવાળા બે ગળાનો હાર, ચાર વીંટીઓ, એક સ્ટાઇલિશ ઘડિયાળ અને સોનેરી વિગતોવાળી લાકડી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. કાળા ચશ્માએ તેના દેખાવને વધુ નિખાર્યો. શાહરૂખે બ્લુ કાર્પેટ પર ખુલ્લા હાથે પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા. તે જ સમયે, ડિઝાઇનર સબ્યસાચી પણ તેની સાથે સફેદ પોશાકમાં જોવા મળ્યા હતા.
પ્રિયંકા ચોપરા જોનાસ તેના પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા ૨૦૨૫ માં કાર્પેટ પર ચાલ્યા. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં આ તેણીનો પાંચમો દેખાવ હતો. પ્રિયંકા બાલમેઈન માટે ઓલિવિયર રૂસ્ટીંગ દ્વારા બનાવેલા પોલ્કા ડોટ સૂટ ડ્રેસમાં ક્લાસિક હોલીવુડ સ્ટાઇલમાં દેખાતી હતી. નિક જોનાસ પણ પ્રિયંકાના લુક સાથે મેળ ખાતા સ્ટાઇલિશ ટેલર કરેલા સૂટમાં જોવા મળ્યો હતો. આ દંપતીએ પહેલી વાર ૨૦૧૭ માં મેટ ગાલામાં સાથે હાજરી આપી હતી.
કિયારા અડવાણીએ મેટ ગાલા ૨૦૨૫માં પોતાનું ડેબ્યૂ કર્યું અને. તેણી ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ખાસ ડ્રેસમાં જોવા મળી હતી. તે ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બ્લુ કાર્પેટ પર હાજર થનારી ચોથી બોલિવૂડ અભિનેત્રી બની. કિયારા બ્રેવહાર્ટ લુકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
દિલજીત દોસાંઝે મેટ ગાલા ૨૦૨૫માં ભવ્ય એન્ટ્રી કરી અને પોતાની પંજાબી સંસ્કળતિને સંપૂર્ણ ભવ્યતાથી દુનિયા સમક્ષ રજૂ કરી. પ્રખ્યાત ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા બનાવેલા મહારાજા લુકમાં, દિલજીત ઓફ-વ્હાઇટ અચકન, પાયજામા અને પાઘડીમાં જોવા મળ્યો હતો. જેમાં પંજાબનો નકશો, ખાસ પ્રતીકો અને ગુરુમુખીમાં લખેલા શબ્દો હતા. સ્ટાઇલિસ્ટ અભિલાષા દેવનાનીએ પોતાના લુકને અનેક ગળાનો હાર, પાઘડીના ઘરેણાં અને તલવારથી પૂર્ણ કર્યો. આ લુકે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી.
ઈશા અંબાણીએ મેટ ગાલા ૨૦૨૫માં પાંચમી વખત અદભુત દેખાવ કર્યો. તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાના સિગ્નેચર બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું. આફ્રિકન કાપડ અને વૈશ્વિક કારીગરીથી પ્રેરિત થઈને, અનામિકાએ આ ડ્રેસ બનાવ્યો, જેને બનાવવામાં ૨૦,૦૦૦ કલાકથી વધુ સમય લાગ્યો, જેમાં અંબાણી પરિવારના અંગત સંગ્રહમાંથી મોતી, કિંમતી પથ્થરો અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈશાએ મોટા હીરા અને ચમકતા મોતીના ઘરેણાંથી પોતાના લુકને શણગાર્યો.
