<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 8th May 2025

શાહરૂખ, જુહી ચાવલા અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ ‘ડુપ્લિકેટ’ ને 27 વર્ષ પૂર્ણ : ધર્મા મુવીઝે કરી ઉજવણી

મુંબઇ: શાહરૂખ ખાન, જુહી ચાવલા અને સોનાલી બેન્દ્રેની ૧૯૯૮ની ફિલ્મ ‘ડુપ્લિકેટ’ આજે ૨૭ વર્ષ પૂર્ણ કરે છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસે આ પ્રસંગની ઉજવણી કરી. તેમના બેનર ધર્મા મુવીઝે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની કેટલીક જૂની તસવીરો શેર કરી છે. એક ખાસ તસવીર ‘મેરે મહેબૂબ મેરે સનમ’ ગીતની છે, જેમાં ત્રણેય કલાકારો પૂરા ઉત્સાહમાં જોઈ શકાય છે. એક તસવીરમાં પીઢ અભિનેત્રી ફરીદા જલાલની ઝલક જોવા મળે છે.આ તસવીરો શેર કરતા ધર્મા મુવીઝે કેપ્શનમાં લખ્યું, “ફિલ્મનું નામ ‘ડુપ્લિકેટ’ હોવા છતાં, તે પોતાનામાં અનોખું છે. આ પોસ્ટમાં ફિલ્મ નિર્માતાઓ અપૂર્વ મહેતા અને મહેશ ભટ્ટ, અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને સોનાલી બેન્દ્રેને ટેગ કરવામાં આવ્યા હતા.”આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટે કર્યું હતું. તેનું નિર્માણ યશ જોહર અને કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું.‘ડુપ્લિકેટ’ એક એક્શન કોમેડી ફિલ્મ છે. આમાં શાહરૂખ ખાને જુહી ચાવલા અને સોનાલી બેન્દ્રે સાથે ડબલ રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાન શેફ બબલુ અને કુખ્યાત ગેંગસ્ટર મનુની ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૯૯૮ ની વિશ્વભરમાં ૧૨મી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ છે.આ ફિલ્મે 43મા ફિલ્મફેર એવોર્ડ્સમાં અનેક એવોર્ડ જીત્યા. ડુપ્લિકેટના સંગીતની પણ ખૂબ પ્રશંસા થઈ. તેનું એક ગીત ‘કથાઈ આંખો વાલી એક લડકી’ પણ ઘણું સાંભળ્યું હતું.જુહી ચાવલાએ સોનિયા કપૂર અને સોનાલી બેન્દ્રેએ લીલીની ભૂમિકા ભજવી હતી.

 

(5:10 PM IST)