<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 17th May 2025

સનીની OTTની દુનિયામાં એન્‍ટ્રી

 

મુંબઈ,તા.૧૭: સની દેઓલની છેલ્લી ફિલ્‍મ ‘જાટ'માં તેનો એક્‍શન-અવતાર લોકોને બહુ ગમ્‍યો છે. હવે સની OTTની દુનિયામાં ધૂમ મચાવવા તૈયાર છે. એક રિપોર્ટ પ્રમાણે સની દેઓલ નેટફિ્‌લક્‍સ ઇન્‍ડિયા સાથે એક હાઈ-બજેટ એક્‍શન થ્રિલરમાં કામ કરવાનો છે. આ ફિલ્‍મનું નિર્માણ ‘ધ ફેમિલી મેન સીઝન ૨' અને ‘રાણા નાયડુ' જેવી સિરીઝ બનાવી ચૂકેલા સુપર્ણ વર્મા કરી રહ્યા છે. સની દેઓલની આ ફિલ્‍મ માટે હજી સુધી કોઈ ડિરેક્‍ટરને ફાઇનલ નથી કરવામાં આવ્‍યો.(૪૦.૧૨)

(9:57 AM IST)