News of Monday, 19th May 2025
તાપસીએ ખરીદ્યો ૪.૩૩ કરોડ રૂપિયાનો પ્રીમિયમ અપાર્ટમેન્ટ
૧૩૯૦ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા અને ૧૬૬૯ સ્ક્વેર ફુટનો બિલ્ટ-અપ એરિયાઃ ડીલમાં બે કાર-ર્પાકિંગ સ્પેસ પણ સામેલ છે

મુંબઈ,તા.૧૯: તાપસી પન્નુએ તેની બહેન શગુન પન્નુ સાથે મળીને ગોરેગામ-વેસ્ટમાં ૪.૩૩ કરોડ રૂપિયામાં પ્રીમિયમ અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (IGR)ના પોર્ટલ પરથી મળેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના ડોકયુમેન્ટ પ્રમાણે આ પ્રોપર્ટી ઇમ્પીરિયલ હાઇટ્સ નામના રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં છે. આ પ્રોજેક્ટ એક અપસ્કેલ પ્રોજેક્ટ છે અને એ એકદમ મોકાની જગ્યાએ છે. આ અપાર્ટમેન્ટમાં ૧૩૯૦ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા અને ૧૬૬૯ સ્ક્વેર ફુટનો બિલ્ટ-અપ એરિયા છે. આ ડીલમાં બે કાર-ર્પાકિંગ સ્પેસ પણ સામેલ છે.
ડોકયુમેન્ટ પ્રમાણે આ ટ્રાન્ઝેક્શન મે મહિનામાં સત્તાવાર રીતે રજિસ્ટર થયું છે. આ ડીલ માટે તાપસી અને શગુને ૨૧.૬૫ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને વધારાનો ૩૦,૦૦૦ રૂપિયા જેટલો રજિસ્ટ્રેશન-ચાર્જ ચૂકવ્યો હતો.(૪૦.૮)
(9:41 AM IST)
