ગાંધી જયંતિ પર રિલીઝ થઈ રહી છે '21' : બિગ બીના પૌત્ર અગસ્ત્ય અને ધર્મેન્દ્ર સાથે જોવા મળશે

મુંબઈ: પ્રખ્યાત ભારતીય ફિલ્મ દિગ્દર્શક શ્રીરામ રાઘવન તેમની નવી ફિલ્મ '21' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે, અને રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. તે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની વાર્તા ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના જીવન પર આધારિત છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદ્ભુત બહાદુરી દર્શાવતા, અરુણ ખેત્રપાલ ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ શહીદ થયા. તે સમયે તેમની ઉંમર માત્ર ૨૧ વર્ષ હતી. આ કારણોસર ફિલ્મનું નામ 'ઇક્કિસ' રાખવામાં આવ્યું છે.યુદ્ધ દરમિયાન તેમની બહાદુરી અને બલિદાનને ધ્યાનમાં રાખીને, અરુણ ખેત્રપાલને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. અરુણ તેના બાકીના બે ટેન્કો સાથે બહાદુરીથી લડ્યો. તેમણે 10 પાકિસ્તાની ટેન્કોનો નાશ કર્યો હતો પરંતુ યુદ્ધ દરમિયાન તેઓ શહીદ થયા હતા.રાઘવન 'એક હસીના થી', 'જોની ગદ્દાર' અને 'અંધાધૂન' જેવી શાનદાર ફિલ્મો માટે જાણીતો છે.આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, વેબ સિરીઝ 'પાતાલ લોક'ના અભિનેતા જયદીપ અહલાવત અને બિગ બીના પૌત્ર અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.અગસ્ત્ય નંદા પરમવીર ચક્ર એવોર્ડ વિજેતા અરુણ ખેત્રપાલની ભૂમિકા ભજવશે. જ્યારે ધર્મેન્દ્ર તેના પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, જયદીપ અહલાવત પાકિસ્તાની આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે.
