<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 30th May 2025

તેમના વિના ફિલ્મમાં મજા નહિ આવે:પરેશ રાવલના હેરાફેરી-3 ફિલ્મ છોડવા પર જોની લીવરની સાફવાત

જોની લીવરે કહ્યું કે મને લાગે છે કે પરેશ રાવલને ફિલ્મમાં જરુર લેવા જોઈએ. તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ. આ મામલાનો ઉકેલ લાવવો જોઈએ

મુંબઈ :બોલિવુડની હેરા ફેરી 3 આ સમયે ચર્ચામાં છે. પરેશ રાવલે આ સિક્વલ છોડ્યાની જાહેરાત કર્યા બાદ સતત તેને લઈને ચર્ચા થઈ રહી છે. ત્યારે અગાઉની બંને ફિલ્મોનો ભાગ રહેલા જોની લીવરે પણ આ મામલે તેમનું નિવેદન આપ્યું છે. તેમણે અક્ષય કુમાર અને પરેશ રાવલને સલાહ આપી દીધી છે.

 

જોની લીવરે ઝુમ સાથે વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે પરેશ રાવલને ફિલ્મમાં જરુર લેવા જોઈએ. તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ. આ મામલાનો ઉકેલ લાવવો જોઈએ. ચાહકો આ ફિલ્મમાં પરેશ રાવલને સૌથી વધુ મિસ કરશે, તેમના વિના ફિલ્મમાં મજા નહિ આવે. વાત કરીને તેનું સોલ્યુશન લાવવું જોઈએ. મારી નજરમાં તો આ જ રસ્તો યોગ્ય છે.

જોની લીવરને પૂછવામાં આવ્યું કે શું તેઓ હેરા ફેરી 3 નો ભાગ બનશે. આના પર અભિનેતાએ હસતાં હસતાં કહ્યું કે મને પણ હેરા ફેરી તરફથી ધમકી મળી ચૂકી છે કે તમને ફિલ્મ માટે બુક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જોની લીવર હાઉસફુલ 5 માં પણ જોવા મળશે. જોની લીવર ફિલ્મોમાં તેમના દમદાર પાત્ર અને કોમેડી માટે જાણીતા છે.

(1:07 PM IST)