<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 31st May 2025

હોલિવૂડની હોટ અભિનેત્રી વેચી રહી છે પોતે નાહેલા પાણીમાંથી બનેલો સાબુ

હા, આ વાત સાચી છે, ભલે તે ગમે તેટલું વિચિત્ર લાગે, પણ આ વાસ્‍તવિક છે.: આઠ ડોલર ૮ આશરે રૂ. ૬૮૪ ની કિંમતનો આ સોંપ ૬ જૂને સત્તાવાર રીતે લોન્‍ચ કરવામાં આવશે

 

ન્‍યૂયોર્ક તા.૩૧: હોલિવૂડ ફિલ્‍મોની હોટ અભિનેત્રી સિડની સ્‍વીની તેના નહાવાના પાણીમાંથી બનાવેલ સાબુ (સોપ) વેચી રહી છે. હા, આ વાત સાચી છે, ભલે તે ગમે તેટલું વિચિત્ર લાગે, પણ આ વાસ્‍તવિક છે. યુફોરિયા સ્‍ટારે આ વિચિત્ર પ્રોડક્‍ટ બનાવવા માટે ડો. સ્‍ક્‍વેચ બ્રાન્‍ડ સાથે કોલેબ કર્યું છે. સિડનીએ પોતે ઇન્‍સ્‍ટાગ્રામ પર તેની જાહેરાત કરી અને ખુલાસો કર્યો કે તેના ફેએનએસ ઘણીવાર તેની પાસેથી તેના નાહવાનું પાણી માગે છે.

સિડનીએ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરીને જાહેરાત કરી, ‘‘જ્‍યારે તમારા ચાહકો તમારા નહાવાના પાણી માટે પૂછવાનું શરૂ કરે છે, ત્‍યારે તમે તેને અવગણી શકો છો અથવા તેને ડો. સ્‍ક્‍વેચ સાબુના બારમાં ફેરવી શકો છો.'' અહેવાલ મુજબ, સિડનીને ગમે છે કે ‘‘અમે કંઈક એવું બનાવ્‍યું છે જે ફક્‍ત અવિસ્‍મરણીય નથી, તે ખરેખર અદ્ભુત સુગંધ આપે છે અને મને ગમતા અન્‍ય ડો. સ્‍ક્‍વેચ પ્રોડક્‍સ્‍ટની જેમ પહોંચાડે છે.'' આ એક્‍સફોલિએટિંગ સોપ રેતી, પાઈન છાલના અર્ક અને સિડની સ્‍વીનીના નહાવાના પાણીમાંથી બનાવેલ હોવાનું કહેવાય છે. પ્રોડક્‍ટ વિશે વધુ ખુલાસો કરતી વખતે, સિડનીએ ઉમેર્યું, ‘‘મિત્રો, પરંપરાગત પર્સનલ કેયર પ્રોડક્‍સની વાસ્‍તવિકતાઓ પ્રત્‍યે જાગળત થાઓ અને પોતાને કુદરતી તરફ ધકેલી દો.'' એવું પણ શૅર કરવામાં આવે છે કે સાબુની ફરેગરન્‍સ પાઈન, ડગ્‍લાસ ફિર અને માટીના શેવાળ જેવી છે.

લિમિટેડ એડિશનનો આ સોપ ૬ જૂને લોન્‍ચ થવાનો છે અને તે દરેક બાર આઠ ડોલરમાં રિટેલ વેચાણ માટે ઉપલબ્‍ધ થશે. ઇન્‍સ્‍ટાગ્રામ પર તેની જાહેરાત કરતા અભિનેત્રીએ લખ્‍યું, ‘‘તમે @drsquatch ની જાહેરાત પછી મારા નહાવાના પાણી વિશે પૂછતા રહ્યા... તેથી અમે તેને રાખી લીધું. સિડનીના બાથવૉટર બ્‍લિસનો પરિચય! મારા વાસ્‍તવિક નહાવાના પાણીથી બનેલો એક ખૂબ જ વાસ્‍તવિક, ખૂબ જ મર્યાદિત આવળત્તિનો સાબુ.''

આઠ ડોલર ૮ આશરે રૂ. ૬૮૪ ની કિંમતનો આ સોંપ ૬ જૂને સત્તાવાર રીતે લૉન્‍ચ કરવામાં આવશે. જોકે, આ જાહેરાત પર લોકોના મિક્‍સ રિએક્‍શન જોવા મળી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ બાબતની ટીકા કરી છે અને તેને ‘‘ખરાબ'' ગણાવી છે. અભિનેત્રીએ ગુરુવારે સાંજે તેના ઇન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પર આ જાહેરાત શેર કરી અને લખ્‍યું, ‘‘તમે @drsquatch ની જાહેરાત પછી મારા નહાવાના પાણી વિશે પૂછતા રહ્યા... તેથી અમે તેને રાખી લીધું.'' એક યુઝરે ટિપ્‍પણી કરી, ‘‘આપણે પોતાને અરીસામાં જોવાની જરૂર છે.'' બીજા યુઝરે અવિશ્વાસ સાથે કહ્યું, કોઈ રીતે આ વાસ્‍તવિક વસ્‍તુ નથી.(૩૮.૧૪)

(10:23 AM IST)