<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 4th June 2025

હેં! પ્રીતિ ઝિન્‍ટા ૩૬ બાળકોની માં છે?!!

અભિનેત્રીએ તેના ૩૪મા જન્‍મદિવસે ૩૪ બાળકોને દત્તક લીધા હતા

મુંબઇ તા.૪: આમ તો આપણે ત્‍યાં પરિણીતસ્ત્રીને સો સંતાનોની માતા થવાના આશીર્વાદ અપાતા હતા. પણ આજકાલ ‘બચ્‍ચે દો હી અચ્‍છે'નો જમાનો છે. પરંતુ, બોલીવુડની આ સુંદરી જેણે અભિનયમાં તો ખ્‍યાતિ મેળવી, પરંતુ જ્‍યારે તે બિઝનેસ વુમન બની, ત્‍યારે તે પ્રખ્‍યાત થઈ ગઈ. આ અભિનેત્રી એક કે બે નહીં પરંતુ ૩૬ બાળકની માતા છે.

પ્રીતિ ઝિન્‍ટા તેના શાનદાર અભિનય તેમજ તેની સુંદરતા અને ખુશમિજાજ સ્‍વભાવ માટે સમાચારમાં રહે છે. પ્રીતિ ઝિન્‍ટા IPLમાં કિંગ્‍સ પંજાબની સહ-માલિક છે.

જો અમે તમને કહીએ કે લગ્ન પહેલા જ પ્રીતિ ૩૪ બાળકોની માતા બની ચૂકી છે, તો?!!. વાસ્‍તવમાં, અભિનેત્રીએ તેના ૩૪મા જન્‍મદિવસે ૩૪ બાળકોને દત્તક લીધા હતા. પ્રીતિએ જે બાળકો દત્તક લીધા હતા તે બધી છોકરીઓ છે.

અભિનેત્રીએ કહ્યું હતું કે તે બાળકોની દરેક રીતે સંભાળ રાખશે. પ્રીતિએ ૨૦૧૬માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૨૧માં અભિનેત્રીએ સરોગસી દ્વારા જોડિયા બાળકોનું આ દુનિયામાં સ્‍વાગત કર્યું હતું અને હવે તમે સમજી ગયા હશો કે પ્રીતિ ઝિંટા ૩૬ બાળકની માતા કેવી રીતે છે!

(10:48 AM IST)