જીતેન્દ્રની હાઇવેલ્યુ ડીલઃ રૂ.૮૫૫ કરોડમાં જમીન વેચી
જીતેન્દ્રના પરિવારે મુંબઈમાં બાલાજી આઇટી પાર્કની ૯,૬૬૫ ચો.મી જમીનનો સોદો કર્યો

મુંબઈ તા.૬: પીઢ અભિનેતા જીતેન્દ્ર અને તેમના પરિવારે મુંબઈના અંધેરીમાં બાલાજી આઇટી પાર્કની પ્રાઇમ જમીનનો એક હિસ્સો ૮૫૫ કરોડના સોદામાં NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સ એન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેચ્યો છે. આ હાઇ પ્રોફાઇલ સોદો મે ૨૦૨૫માં કરાયો હતો. પરિવારની માલિકીની બે કંપનીઓ પેન્થિઓન બિલ્ડકોન અને તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ મારફત ૯,૬૬૪.૬૮ ચોરસ મીટર જમીનની આ ડીલ થઈ હતી.
આ જમીન બાલાજી આઇટી પાર્કમાં છે અને તેમાં ત્રણ ઇમારતો પણ છે. વેચાણ દસ્તાવેજ મુજબ જમીનની બજાર કિંમત ૭૨૯.૨૬ કરોડ છે. આ જમીન સોદામાં આશર૮.૬૯ કરોડની સ્ટેમ્પ ડ્યૂટી અને ૩૦,૦૦૦ની રજિસ્ટ્રેશન ફી ચુકવવામાં આવી હતી. અંધેરી મુંબઈનો એક સમળદ્ધ વિસ્તાર ગણાય છે. તે શ્રેષ્ઠ કનેક્ટિવિટી તથા આધુનિક ઓફિસ સ્પેસ, કો-ર્વકિંગ હબ, લક્ઝરી રિટેલ આઉટલેટ્સ અને હાઇ એન્ડ રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે જાણીતું છે. આ વિસ્તાર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, લિંક રોડ, એસવી રોડ અને વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો લાઇન સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે અને તેનાથી તે -ાઇમ લોકેશન તરીકે ઓળખાય છે.
મુંબઈનો વ્યૂહાત્મક વિસ્તાર ગણાતો અંધેરી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ સેન્ટર તરીકે પણ જાણીતો છે. તેનાથી તે બિઝનેસ અને રહેણાંક બંને હેતુઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સ એન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા કંપની અગાઉ નેટમેજિક આઇટી સર્વિસિસ તરીકે ઓળખાતી હતી. આ વૈશ્વિક ટેકનોલોજી કંપની ભારતમાં ડેટા સેન્ટરના વિસ્તરણને વેગ આપી રહી છે ત્યારે આ સોદો થયો હતો. ભારતની સૌથી મોટી ડેટા સેન્ટર કંપની તરીકે NTT ગ્લોબલ જાહેર અને ખાનગી ક્લાઉડ સોલ્યુશન્સ, હોસ્ટિંગ, ડેટા મેનેજમેન્ટ અને અન્ય IT સેવાઓમાં નિષ્ણાત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માગમાં સતત ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે NTT, માઈક્રોસોફ્ટ, ગૂગલ ક્લાઉડ અને AWS સહિત વૈશ્વિક ટેક જાયન્ટ્સ કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરી છે.
