dasdasd
News of Saturday, 7th June 2025

ટીવીના ટોપ ટેન કલાકારોની યાદી જાહેર

જાણો કોણ છે નંબર વન અને કોણે મારી બાજી?

મુંબઈ તા.૭: ટેલિવિઝન (ટીવી) જગતના ટોચના કલાકારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં અનુપમા', ‘યે રિશ્‍તા કયા કહેલાતા હૈ' અને કુમકુમ ભાગ્‍ય'ના સ્‍ટાર્સે બાજી મારી છે.

આ યાદીમાં પહેલા નંબરે સીરિયલ યે રિશ્‍તા કયા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી સમળદ્ધિ શુક્‍લા છે. તેણે દર્શકોના દિલમાં પોતાનું સ્‍થાન બનાવ્‍યું છે, જ્‍યારે આ યાદીમાં બીજા નંબરે યે રિશ્‍તા કયા કહેલાતા હૈ' ના રોહિત પુરોહિત છે.

અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ટોપ ૧૦ની યાદીમાં ત્રીજા નંબરે છે. જયારે ટીવી સીરિયલ યે રિશ્‍તા કયા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી પ્રણાલી રાઠોડ ચોથા નંબર પર છે.

ટીવી સીરિયલ કુમકુમ ભાગ્‍ય' ફેમ એક્‍ટર નમિક પોલનું નામ આ યાદીમાં પાંચમા નંબરે છે. ગુમ હૈ કિસીકે પ્‍યાર મેં' ફેમ અભિનેત્રી ભાવિકા શર્માને આ યાદીમાં છઠ્ઠું સ્‍થાન મળ્‍યું છે.

ગુમ હૈ કિસીકે પ્‍યાર મેં' ફેમ અભિનેતા પરમ સિંહ સાતમાં સ્‍થાને છે. લાફ્‌ટર શેફ્‌સમાં જોવા મળેલી રૂબીના દિલૈકને આઠમું સ્‍થાન મળ્‍યું છે. આ અભિનેત્રી હજુ પણ દર્શકોની ચહીતી છે. તેણે બિગ-બોસ, ખતરોં કે ખિલાડી જેવા શોમાં ધમાલ મચાવી હતી.

ટીવી સીરિયલ ‘મન્નત' ફેમ અભિનેત્રી આયેશા સિંહે યાદીમાં નવમું સ્‍થાન મેળવ્‍યું છે. દસમા નંબર પર હિબા નવાબ છે, જેણે ઝનક સિરિયલ દ્વારા લાખો લોકોના દિલોમાં સ્‍થાન બનાવ્‍યું.

(12:16 PM IST)