૮૩૫ કરોડની ‘રામાયણ'માં ૨૦ સ્ટાર્સ રોલ પ્લે કરશે
ફિલ્મ ‘રામાયણ'માં રણબીર કપુર રામના રોલમાં અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે

મુંબઇ તા.૯: ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ' ઘણા સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે જોડાયેલ લેટેસ્ટ અપડેટ સામે આવી છે. મીડિયા અહેવાલોનું માનીએ તો ફિલ્મમાં કયો સ્ટાર કયો રોલ Mલે કરી રહ્યો છે, આ માહિતી સામે આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ડાયરેક્ટર નિતેશ તિવારીની રામાયણ ફિલ્મનું બજેટ લગભગ રૂપિયા ૮૩૫ કરોડ છે. ફિલ્મ ‘રામાયણ'માં રણબીર કપુર રામના રોલમાં અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ માહિતી ખૂબ પહેલા રિવીલ થઈ ચુકી છે.
રણબીર કપૂર રામના રોલમાં અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે
રાજા જનકનો રોલ અનિલ કપૂર અને અભિતાભ બચ્ચન જટાયુના પાત્રમાં જોવા મળશે
દક્ષિણ ભારતની ફિલ્મના અભિનેતા યશ રાવણનો રોલ પ્લે કરશે. જ્યારે સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનનો કિરદાર નિભાવશે.
અરુણ ગોવિલ ફિલ્મ રામાયણમાં રાજા દશરથની ભૂમિકા ભજવશે અને ટીવી અભિનેતા રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે.
અભિનેત્રી ઈન્દિરા કળષ્ણન કૌશલ્યાના રોલમાં અને લારા દત્તા કૈકઈની ભૂમિકામાં જોવા મળી શકે છે.
આદિનાથ કોઠારે ભરતની ભૂમિકામાં અને શીબા ચડ્ઢા મંથરાનો રોલમાં જોવા મળશે.
બોબી દેઓલ કુંભકર્ણ, વિજય સેતુપતિ વિભિષણ વિક્રાંત મેસી મેઘનાદ અને રકુલપ્રીત સિંહ શૂર્પણખા
કાજલ અગ્રવાલ રાણી મંદોદરી અને મોહિત રૈના ભગવાન શિવના રોલમાં જોવા મળશે.
કુણાલ કપૂર ભગવાન ઈન્દ્રના અને વિવેક ઓબેરોય વિદ્યુતજિહ્વાની ભૂમિકામાં જોવા મળશે.(૩૮.૮)
