dasdasd
News of Monday, 9th June 2025

સમન્‍થાએ કઢાવી નાખ્‍યું ભૂતપૂર્વ પતિની યાદ અપાવતું ટેટૂ

૨૦૨૧માં તેમના છૂટાછેડા થયાઃ ફેન્‍સ અટકળો લગાવી રહ્યા છે કે સમન્‍થાએ આ જ કારણોસર YMC ટેટૂ કઢાવી નાખ્‍યું છે

 

 

અબુ ધાબી, તા.૯: સમન્‍થા રુથ પ્રભુ હાલમાં ડિરેક્‍ટર રાજ નિદિમોરુ સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે. હવે તેણે ભૂતપૂર્વ પતિ અને ઍક્‍ટર નાગ ચૈતન્‍ય સાથે જોડાયેલું ટૅટૂ દૂર કરી દીધું છે અને આ રીતે તેણે સંદેશો આપ્‍યો છે કે તે હવે નાગ ચૈતન્‍ય સાથેના સંબંધ તૂટવાના દુઃખમાંથી બહાર નીકળી ગઈ છે.

તાજેતરમાં સમન્‍થાએ સોશ્‍યલ મીડિયા પ્‍લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો જોયા પછી ફૅન્‍સ માને છે કે ઍક્‍ટ્રેસે તેની પીઠ પર બનાવેલું YMC ટૅટૂ કાઢી નાખ્‍યું છે. તેણે વિડિયોની કૅપ્‍શનમાં લખ્‍યું કે નથિંગ ટુ હાઇડ' એટલે કે છુપાવવા જેવું કંઈ નથી. સમન્‍થાએ પીઠ પર ળ્‍પ્‍ઘ્‍ નામનું ટૅટૂ કરાવ્‍યું હતું. સમન્‍થાએ યે માયા ચેસવા' ફિલ્‍મથી લીડ ઍક્‍ટર તરીકે ૨૦૧૦માં ડેબ્‍યુ કર્યું હતું. આ એ જ ફિલ્‍મ હતી જેમાં તે નાગ ચૈતન્‍યને મળી હતી. ત્‍યાર બાદ બન્નેએ ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બન્નેએ ૨૦૧૭માં લગ્ન કરી લીધાં હતાં.

સમન્‍થા અને નાગ ચૈતન્‍ય ૨૦૨૦માં અલગ થઈ ગયાં હતાં. ૨૦૨૧માં તેમના છૂટાછેડા થયા. ફૅન્‍સ અટકળો લગાવી રહ્યા છે કે સમન્‍થાએ આ જ કારણોસર ળ્‍પ્‍ઘ્‍ ટૅટૂ કઢાવી નાખ્‍યું છે. સમન્‍થા ધીમે-ધીમે પોતાના જીવનમાં આગળ વધી રહી છે.

હાલમાં સમન્‍થા રુથ પ્રભુ અબુ ધાબીમાં ડેઝર્ટ વેકેશન માણી રહી છે. આ વેકેશનમાં તેની સાથે કોણ છે એ મામલે અનેક અટકળો ચાલી રહી છે.

(1:13 PM IST)