તારક મહેતા કા .... ગોકુલધામવાસીઓ હવે ભૂતની ચુંગાલમાં ફસાશે ? ભીડે માસ્ટરને રસ્તામાં ભૂતનો ભેટો : જુઓ વિડિઓ
ગોકુલધામ વાસીઓ હવે હાસ્યને બદલે ડરામણી ઝલક આપશે : બંગલાની નજીક પહોંચે છે,ત્યાં સામે એક ભયાનક દેખાવ ધરાવતું ભૂત ઊભું હોય છે.

મુંબઈ : ટીવીનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે અને આજે પણ તેની લોકપ્રિયતા યથાવત છે. સિરિયલની મજબૂત ફેન ફોલોઇંગ સોશિયલ મીડિયામાં સ્પષ્ટ જોવા મળે છે. એ જ કારણ છે કે TRP ચાર્ટમાં પણ શો હંમેશાં ટોચ પર રહે છે. આ શો હંમેશા પોતાના દિલધડક અને રમૂજથી ભરેલા એપિસોડ્સ દ્વારા દર્શકોને પકડી રાખે છે.
હવે લેટેસ્ટ ટ્રેકમાં એક વાર ફરી ગોકુલધામ સોસાયટીના સભ્યો પર જોખમ આવી રહ્યું છે, કારણ કે હવે તેઓ ભૂતના ચુંગાલમાં ફસાવાના છે. લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે મહેતા સાહેબના બોસને ખબર પડે છે કે તેમના પુણેના હોલિડે હોમમાં ભૂત છે. તેઓ તારક મહેતા અને અંજલિ ભાભીને ત્યાં મોકલવાનો નિર્ણય કરે છે. બંને ત્યાં પહોંચીને એક અજાણી ઘટનામાં ફસાઈ જાય છે. પછી જેઠાલાલના ખાસ મિત્ર મહેતા સાહેબ પોતાના બોસને પૂછે છે કે શું ગોકુલધામના અન્ય લોકો પણ ત્યાં જઈ શકે? બોસ આ માટે સંમતિ આપે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળશે કે, ગોકુલધામ સોસાયટીમાં રજા મનાવાની ખૂશી છવાઈ ગઈ છે. બધા સભ્યો ઉત્સાહથી પેકિંગ કરી રહ્યા છે અને હોલિડે હોમ જવાની તૈયારીમાં છે. દરેક વ્યક્તિ રજાઓ માટે રોમાંચિત છે. જોકે, ભીડેના મનમાં શંકા છે કે બંગલામાં કંઈક અનિચ્છનીય ઘટવાનું છે. તેમ છતાં, બાપુજી અને ટપ્પુ સેના તેમને આશ્વસ્ત કરે છે કે બધું ઠીક રહેશે અને તેઓએ ટેન્શલ ન લેવું જોઈએ. બીજી બાજુ, સોઢી બંગલામાં જવાની પ્લાનિંગ કરે છે.
સિરિયલના નવા પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે ગોકુલધામના તમામ સભ્યો હોલિડે હોમ જવા નીકળી પડે છે. જેમ જ તેઓ બંગલાની નજીક પહોંચે છે, તેમ તેમને એક ડરામણી ઝલક જોવા મળે છે - સામે એક ભયાનક દેખાવ ધરાવતું ભૂત ઊભું હોય છે. સફેદ સાડીમાં રહેલું આ ભૂત સોસાયટીના સભ્યોને ડરાવવાનો પ્રયત્ન કરે છે.
આ શોના એક અન્ય પ્રોમોમાં ભીડે માસ્ટર સ્કૂટર લઈને ક્યાંક જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં તેની પાસે સફેદ સાડી વાળી એક મહિલા લિફ્ટ માંગે છે. જેને ભીડે લિફ્ટ આપે છે. થોડી આગળ જતાં જ તે જ મહિલા ફરી ભીડેને મળે છે, ત્યારે ભીડે કહે છે કે, તમારી કોઈ જુડવા બહેન પણ છે, જેને મેં લિફ્ટ આપે છે. જ્યારે ભીડે પાછળ વળીને જોવે છે, ત્યારે તે કોઈ હોતું નથી.