<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 18th June 2025

અરિજીત સિંહ ૨ કલાકના લાઈવ પરફોર્મન્‍સના ૧૪ કરોડ રૂપિયા લે છે

અરિજીત સિંહ બોલીવૂડના શ્રેષ્ઠ સિંગર તરીકે ગણાય છે. કરોડો લોકો તેમના ગીતોના ચાહક છે. તેઓ એક લાઈવ પરફોર્મન્‍સની ખૂબ મોટી રકમમાં ફી લે છે

 

 

મુંબઇ તા.૧૮: અરિજીત સિંહને બોલીવુડના શ્રેષ્ઠ સિંગર છે. તેની ફેન-ફોલોઈંગ જબરદસ્‍ત છે. અરિજીતે તેના દરેક ગીતોથી લોકોના દિલ જીત્‍યા છે. દરમિયાન આ પ્રખ્‍યાત ગાયકની આવક શું હશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ મુજબ અરિજીત લાઈવ પર્ફોમન્‍સની પણ મોટી રકમમાં ફી લે છે.

કહેવામાં આવે છે કે અરિજીત ૨ કલાકના લાઈવ પરફોર્મન્‍સના ૧૪ કરોડ રુપિયા લે છે. આ ખુલાસો રાહુલ વૈદ્યએ કર્યો છે. રાહુલે અરિજીતના વખાણ કરતાં કહ્યું કે તેઓ એવાં ગાયક છે જેમની પાસેથી અન્‍ય આર્ટિસ્‍ટને ઘણું શીખવા મળ્‍યું છે. આપણને લાગે કે અરિજીતની આટલી મોટી રકમ જાણી લોકો ના પાડી દે પરંતુ તેવું નથી. લોકો કહે છે કે, ભલે તમે વધુ ફી લો પણ ગીતો તો અરિજીતના સ્‍વરે જ સાંભળવા છે. વધુમાં, અરિજીત અને તેની મેનેજમેન્‍ટ ટીમે અનેક સિંગર્સને તાલીમ પણ આપી છે.

રાહુલે આગળ કહ્યું કે, પહેલા સિંગર્સની ફી અંગેની વાતો લાખોમાં થતી અને હવે કરોડોમાં થાય છે. અરિજીત સિંહની ખાસ વાત એ છે કે તેઓ ઈન્‍ડસ્‍ટ્રીમાં આટલાં ખ્‍યાતનામ હોવા છતાં કોઈ પ્રકારનો દેખાડો કરતાં નથી. તેમની પ્રોફાઈલ ખૂબ જ સરળ રહી છે.

અરિજીત સિંહ ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ યુકેના સૌથી મોટા સ્‍ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. આ તેમના જીવનની એક મોટી સફળતા કહી શકાય કેમકે તેઓ પહેલાં ભારતીય ગાયક છે કે જેઓ તે સ્‍ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. સ્‍પોટીફાય એપ પર અરિજીત સૌથી વધુ, ૧૪૦ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. આ લિસ્‍ટમાં તેમણે ટેલર સ્‍વિફ્‌ટ, એડ શીરન અને એરિયાના ગ્રાંડેને પણ પાછળ છોડ્‍યાં છે.(૩૮.૨)

(9:57 AM IST)