'બાગી બેચારા'નું ભોપાલમાં શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ : અભિષેક બેનર્જી તેને એક અદ્ભુત સફર ગણાવે છે.

મુંબઈ: અભિનેતા અભિષેક બેનર્જીએ ભોપાલમાં તેમની આગામી ફિલ્મ 'બાગી બેચારા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક સુમિત પુરોહિત છે. અભિષેકે આ શૂટિંગનો અનુભવ અદ્ભુત ગણાવ્યો. આ અનુભવ વિશે વાત કરતા અભિષેક બેનર્જીએ કહ્યું, "ભોપાલમાં 'બાગી બેચારા'નું શૂટિંગ એક અદ્ભુત સફર હતી. ફિલ્મના દિગ્દર્શક સુમિત પુરોહિતે ખૂબ જ સારું કામ કર્યું છે અને આખો શૂટિંગ સમય ખૂબ જ સારી રીતે પસાર થયો છે." અભિષેક બેનર્જી ઉપરાંત, 'સ્કેમ 1992' ફેમ પ્રતીક ગાંધી અને 'પંચાયત' ફેમ ફૈઝલ મલિક પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. અભિષેકે કહ્યું, "પ્રતિક ગાંધી અને ફૈઝલ મલિક સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તે બંને ખૂબ જ પ્રતિભાશાળી અને લિન ટુ અર્થ કલાકારો છે. અમે સાથે ખૂબ હસ્યા, સારી વાતચીત કરી અને કેટલાક યાદગાર દ્રશ્યો પણ શૂટ કર્યા." આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે, અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પર ડિરેક્ટર સાથેનો ફોટો શેર કર્યો. આ ફોટામાં, ટીમ ભોપાલમાં શૂટિંગના અંતની ઉજવણી કરતી જોવા મળે છે. અભિષેક દિગ્દર્શકને કેક ખવડાવતો જોવા મળે છે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સુમિત પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા તેમણે પ્રખ્યાત વેબ સિરીઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' લખી હતી. આ ઉપરાંત, 'બોમ્બે મેરી જાન'ના નિર્માતા અશ્વની કુમાર અને સર્જનાત્મક નિર્માતા દેવાંશ પટેલ પણ આ ફિલ્મનો ભાગ છે.
