<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 19th June 2025

હૈદરાબાદમાં કાશી બનાવી દીધું: મહેશ બાબૂ માટે ૫૦ કરોડનો સેટ

ઈંડિયન સિનેમાના ઈતિહાસનો સૌથી મોટો સેટ : આ પ્રોજેક્‍ટ છે એસએસ રાજાૈલીનો છે, જે હાલમાં પેન ઈંડિયાના એક ગ્રાન્‍ડ પ્રોજેક્‍ટ પર કામ કરી રહ્યા છે. આ વખતે તે મહેશ બાબૂ અને પ્રિયંકા ચોપડાને લઈને ફિલ્‍મ બનાવવા જઈ રહ્યા છે

 

 

હૈદરાબાદ તા.૧૯: ઈંડિયન સિનેમામાં મોટા પાયે બદલાવ આવી રહ્યો છે. હવે નવી નવી ટેકનોલોજી, વીએફએક્‍સ અને સીજીઆઈની હેલ્‍પથી હાઈ ટેક ફિલ્‍મો બનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, ફિલ્‍મોના સેટ પર પણ ખૂબ મહેનત થઈ રહી છે. પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવે છે, જેથી ફિલ્‍મ જોયા બાદ દર્શકોને મજા આવી જાય. એક ફિલ્‍મ એવી આવી રહી છે, જેના માટે મેકર્સે એકદમ શાનદાર શહેર જ વસાવી દીધું છે અને ૫૦ કરોડ રુપિયાનો ખર્ચ થઈ ચુકયો છે. આ ઈંડિયન સિનેમાનો સૌથી મોટો સેટ પણ સાબિત થઈ શકે છે. આવો તેના વિશે વિગતે જાણીએ...

આ પ્રોજેક્‍ટ છે એસએસ રાજાૌલીનો છે, જે હાલમાં પેન ઈંડિયાના એક ગ્રાન્‍ડ પ્રોજેક્‍ટ પર કામ કરી રહ્યા છે. આ વખતે તે મહેશ બાબૂ અને પ્રિયંકા ચોપડાને લઈને ફિલ્‍મ બનાવવા જઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્‍મનું ટાઈટલ કન્‍ફર્મ નથી થયું પણ અસ્‍થાયી રીતે નામ SSMB29 આપ્‍યું છે.

કેટલો ખર્ચ આવ્‍યો

હિન્‍દુસ્‍તાન ટાઈમ્‍સના રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવાયું છે કે, SSMB29ના સેટ પર ૫૦ કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. આ ભારતીય સિનેમાના ઈતિહાસનો સૌથી મોટા સેટનો ખર્ચો હોઈ શકે છે. આ અગાઉ સંજય લીલા ભંસાલીના દેવદાસના સેટની સૌથી વધારે ચર્ચા થતી હતી, જેના માટે ખૂબ જ પૈસા ખર્ચ્‍યા હતા.

પ્રભાસની ફિલ્‍મનો સેટ

પ્રભાસની દ રાજા સાહેબના સેટની પણ ચર્ચા થઈ રહી છે. તેલુગૂ પેન ઈંડિયા ફિલ્‍મને રાજા સાહબના સેટને બનાવવામાં ખૂબ જ પૈસા અને સમય લાગ્‍યો છે. ૬ મહિના તેને બનાવવામાં લાગ્‍યા છે.

સેટ પર ખર્ચ થયા આટલા રૂપિયા

૨૦૦૨માં જ્‍યારે દેવદાસ બની હતી તો ખાલી ચંદ્રમુખીના કોઠાનો સેટ બનાવવામાં જ ૧૨ કરોડ રુપિયાનો ખર્ચ આવ્‍યો હતો. તે ખાલી એક સેટ પર. ત્‍યાર બાદ પણ કેટલીય ફિલ્‍મોએ ભવ્‍યતાની આ રેસમાં ખૂબ જ પૈસા વહાવ્‍યા છે. બાજીરાવ મસ્‍તાની, હીરામંડી, બાહુબલી, પ્રેમ રતન પાયો અને ઠગ્‍સ ઓફ હિંદોસ્‍તાન જેવી ફિલ્‍મોએ પોતાના સૌથી મોટા સેટ પર ૧૫થી ૨૦ કરોડ સુધીનો ખર્ચો લાગ્‍યો.

ફિલ્‍મમેકિંગની આ ભવ્‍ય પરંપરાને અનુરાગ કશ્‍યપે પણ નિભાવી હતી. જ્‍યારે તેમણે બોમ્‍બે વેલવેટ માટે શ્રીલંકામાં ૧૯૬૦ના દાયકાનું બોમ્‍બે ઊભું કરી દીધું. અને તેના પર કરોડો રુપિયા ખર્ચ કરી દીધા.(૩૮.૭)

(10:03 AM IST)