<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 21st June 2025

અજય દેવગને ‘સન ઓફ સરદાર ૨' ફિલ્‍મનું નવું પોસ્‍ટર શેર કર્યુ

 

મુંબઈ,તા.૯: ‘સન ઓફ સરદાર ૨'માં અજય દેવગન અને મળણાલ ઠાકુર પહેલી વાર સ્‍ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્‍મની રિલીઝ ડેટ તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. ચાહકો ફિલ્‍મને લઈને ખૂબ જ ઉત્‍સાહિત છે. આજે અજય દેવગને ફિલ્‍મના બે નવા પોસ્‍ટર શેર કર્યા અને તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયા. ‘સન ઓફ સરદાર ૨' ૨૫ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અજય દેવગને ઇન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પર નવા પોસ્‍ટર શેર કરતા લખ્‍યું,'તે પંજાબથી બચી ગયો શું તે સ્‍કોટલેન્‍ડથી બચી શકશે? ‘સન ઓફ સરદાર ૨ઁ આ ૨૫ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સરદાર પાછો આવી રહ્યો છે.' આ પહેલા અભિનેતાએ એક પોસ્‍ટર શેર કર્યું હતું જેમાં તે પાઘડી પહેરેલો હતો અને તેના કેપ્‍શનમાં લખ્‍યું હતું ‘સરદાર ૨૫ જુલાઈના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં પાછો આવી રહ્યો છે'

નવા પોસ્‍ટરમાં અજય દેવગન બે ટ્રેક્‍ટર પર ઉભેલો જોઈ શકાય છે. તેણે ટૂંકો કુર્તા-પાયજામા પહેર્યો છે. તેણે માથા પર લાલ પાઘડી પહેરી છે. બીજા પોસ્‍ટરમાં અજય દેવગને કુર્તા પાયજામા અને ગુલાબી પાઘડી પહેરી છે. આ પોસ્‍ટરમાં તે એક ટાંકી પર ઉભો છે. તેની પાછળ દુશ્‍મનો છે.પોસ્‍ટર પર કમેન્‍ટ કરતા એક ચાહકે લખ્‍યું છે કે ‘હું હવે રાહ જોઈ શકતો નથી.'

નોંધનીય છે કે અજય દેવગનની ફિલ્‍મ ‘સન ઓફ સરદાર' વર્ષ ૨૦૧૨ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્‍મ ખૂબ જ હિટ રહી હતી.'સન ઓફ સરદાર ૨ઁ તેની સિક્‍વલ છે. અજય દેવગન આ ફિલ્‍મ સાથે ફરી એકવાર વાપસી કરી રહ્યા છે. મળણાલ ઠાકુર તેમાં મહત્‍વપૂર્ણ ભૂમિકામાં છે. જિયો સ્‍ટુડિયો દેવગન ફિલ્‍મ્‍સ અને ટી-સિરીઝના સહયોગથી બની રહેલી આ ફિલ્‍મ એક્‍શન, કોમેડી અને હાઈ-સ્‍પિરિટેડ ડ્રામા હશે. થોડા દિવસો પહેલા ફિલ્‍મની અભિનેત્રી મળણાલ ઠાકુરે ‘સન ઓફ સરદાર ૨' નામનો ક્‍લેપબોર્ડ ફોટો પોસ્‍ટ કર્યો હતો. તેણીએ કેપ્‍શનમાં લખ્‍યું હતું. ‘સીન ૪૯ શોટ ૫ ટેક ૧ એક્‍શન!'

‘સન ઓફ સરદાર ૨' એ ફિલ્‍મ ‘સન ઓફ સરદાર'ની સિક્‍વલ છે, જેમાં સોનાક્ષી સિંહા મુખ્‍ય ભૂમિકામાં હતી. ૨૦૧૨ની ફિલ્‍મમાં અજય દેવગણ અને સંજય દત્તે જસ્‍સી અને બિલ્લુની ભૂમિકા ભજવી હતી. આગામી સિક્‍વલમાં સંજય દત્ત ડોન તરીકે પરત ફરશે. (૪૦.૯)

(9:54 AM IST)