સલમાને ખરીદી બુલેટપ્રુફ કારઃ કિંમત ૩.૪૦ કરોડ છે
આ કાર બુલેટપ્રુફ મર્સિડીઝ ૨૫૦ કિમી/કલાકની ટોપ સ્પીડ ધરાવે છે

મુંબઈ,તા.૨૭: સલમાન ખાન બોલીવૂડનું જાણીતું નામ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓને લોરેન્સ બિ‘ોઈની ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. જેને લઈને સલમાન ખાન સાવધાન થઈ ગયો છે. જોકે હવે તેણે પોતાની સલામતીને ધ્યાનમાં એક બુલેટપ્રુફ કાર વસાવી લીધી છે.
સલમાન ખાન લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતી ફિલ્મી હસ્તીઓ પૈકીના એક છે. તેમની પાસે અનેક લક્ઝુરિયસ કાર છે. જેમા હવે વધુ એક કારનો વધારો થયો છે. પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને સલમાન ખાને બુલેટપ્રુફ મર્સિડીઝ-મેબૈક GLS ૬૦૦ એસયુવી કાર ખરીદી છે. શાનદાર લૂક અને અવનવા ફિચર્સ ધરાવતી આ કારની કિંમત ૩.૪૦ કરોડ છે.
બુલેટપ્રુફ મર્સિડીઝ-મેબૈક GLS ૬૦૦ એસયુવી કાર ૪.૦-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ સ્૮ પેટ્રોલ એન્જિન ધરાવે છે. કાર સાથે ૪૮સ્ માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલી છે. 4MATIC ઓલ-વ્હીલ ડ્રાઇવ અને ૯-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ આ કાર બુલેટપ્રુફ મર્સિડીઝ ૨૫૦ કિમી/કલાકની ટોપ સ્પીડ ધરાવે છે. આ કાર બુલેટપ્રુફ મર્સિડીઝ ૨૫૦ કિમી/કલાકની ટોપ સ્પીડ ધરાવે છે.(૪૦.૪)
