'તારક મહેતા કા ,,,,નું જોરદાર કમબેક :ટીઆરપી ચાર્ટમાં નંબર વન બન્યું : અનુપમાને પાછળ ધકેલ્યું
ભૂતની ટ્રેકે દર્શકોમાં ખાસ રસ જમાવ્યો : વર્ષો પછી પણ આ શોની લોકપ્રિયતા યથાવત

મુંબઈ :સબ ટીવી પર છેલ્લા 17 વર્ષથી લોકોના દિલ પર રાજ કરતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં ધમાકેદાર કમબેક કર્યું છે. આ શોએ 'અનુપમા' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા લોકપ્રિય શોને પાછળ છોડી ટીઆરપીમાં ટોચનો ક્રમ હાંસલ કર્યો છે.
હાલમાં ચાલી રહેલા ભૂતની ટ્રેકે દર્શકોમાં ખાસ રસ જમાવ્યો છે, જેના કારણે શોને ખૂબ જ પ્રખ્યાતા મળી છે. વર્ષો પછી પણ આ શોની લોકપ્રિયતા યથાવત રહી છે અને આ રેટિંગ એનો જીવંત પુરાવો છે.
હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તેના નવા ભૂતિયા ટ્રેકને કારણે ચર્ચામાં છે. લેટેસ્ટ એપિસોડ્સમાં ગોકુલધામ સોસાયટીના સભ્યો એક ભૂતિયા વીલામાં રજા માણવા જાય છે. અહીં પોપટલાલ ચકોરી નામની એક મહિલાને મળે છે અને તેની તરફ આકર્ષાય છે, પરંતુ તેને ખબર નથી કે ચકોરી એક ભૂતની છે.
આ ચકોરી પહેલા ભીડેને વશમાં કરે છે અને તેને કપડાં ધોવા જેવા કામો કરાવે છે. આ પાત્રમાં સ્વાતિ શર્મા જોવા મળી રહી છે, અને તેમના આગમનથી TRPમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધનીય વાત એ છે કે, લેટેસ્ટ ટ્રેકમાં જેઠાલાલ, બબીતાજી જેવા લોકપ્રિય પાત્રો નજરે નથી પડ્યા, છતાં શોને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. હોરર અને કોમેડીનો આ મિશ્રણ દર્શકોને ગમ્યું છે.
