દિલજીત દોસાંઝ દેશભક્ત છે, નકલી વ્યક્તિ નથી : ઈમ્તિયાઝ અલી
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના લીધા દિલજીત પર ઉઠ્યા સવાલો

મુંબઇ: નેટફ્લિક્સ ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'માં દિલજીત દોસાંઝ સાથે કામ કરી ચૂકેલા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીએ શુક્રવારે NDTVના ક્રિએટર્સ ફોરમ પર ગાયક-અભિનેતાના સમર્થનમાં નિવેદન આપ્યું. તેમણે દિલજીત પર ઉઠતા પ્રશ્નો વચ્ચે તેને "માટીનો પુત્ર" અને "સાચો દેશભક્ત" ગણાવ્યો.દિલજીત દોસાંઝની બહુપ્રતિક્ષિત પંજાબી ફિલ્મ 'સરદારજી 3' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર 22 જૂને રિલીઝ થયું હતું, જેમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની હાજરીએ વિવાદને જન્મ આપ્યો હતો. ફિલ્મમાં પાકિસ્તાની કલાકારને કાસ્ટ કરવાને કારણે સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થયો હતો.ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝે દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીને પત્ર લખીને દિલજીત દોસાંઝ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ રીતે તમારું જોડાણ એક ઊંડો અને વિરોધાભાસી સંદેશ આપે છે. અમે તમને દિલજીત દોસાંઝ સાથેના કોઈપણ જોડાણમાંથી ખસી જવાની અપીલ કરીએ છીએ."
