News of Saturday, 28th June 2025
‘સિતારે જમીન પર’ ૧૦૦ કરોડ ક્લબથી માત્ર એક ડગલું દૂર : ૮મા દિવસે ૬.૭૫ કરોડની કરી કમાણી
આમિરની ફિલ્મ તારે જમીન પરની છે આ સિકવલ ફિલ્મ

મુંબઇ: આમિર ખાનની કમબેક ફિલ્મ ‘સિતારે જમીન પર’ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે રિલીઝના આઠમા દિવસે પણ સારી કમાણી કરી છે અને હવે તે ₹100 કરોડ ક્લબમાં જોડાવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. 27 જૂને રિલીઝ થયેલી કાજોલની ફિલ્મ ‘મા’ અને સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી કન્નપ્પા સાથે સ્પર્ધા હોવા છતાં, આમિરની ફિલ્મ દર્શકોને થિયેટરોમાં ખેંચવામાં સફળ રહી છે.
આઠમા દિવસની કમાણી: 6.75 કરોડ રૂપિયા
સૅકનિલ્કના પ્રારંભિક અહેવાલ મુજબ, ફિલ્મે રિલીઝના આઠમા દિવસે શુક્રવારે સ્થાનિક બોક્સ ઓફિસ પર ₹6.75 કરોડ રૂપિયા કલેક્શન કર્યા હતા. આ સાથે, ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ₹94.65 કરોડ સુધી પહોંચી ગયું છે. આ આંકડાને જોતા, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ સપ્તાહના અંત સુધીમાં ₹100 કરોડ ક્લબમાં પ્રવેશ કરી શકે છે.
(5:10 PM IST)
