કોણ છે ઘરની ‘મહારાણી'?
માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગરની ગુજરાતી ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ

મુંબઈ,તા.૦૩: દિગ્દર્શક વિરલ શાહ અને અભિનેત્રી માનસી પારેખની જોડીએ ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા થોડાક સમયમાં ઘણી કમાલ કરી છે. ગોળકેરી અને કચ્છ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી આ બેલડીએ આ વર્ષના મે મહિનામાં નવી ફિલ્મ ‘મહારાણી'ની જાહેરાત કરી હતી અને ત્યારથી જ લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સામાજિક-કોમેડી ફિલ્મ ‘મહારાણી'નું ટીઝર જ રિલીઝ થયું છે અને ફેન્સને ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યાં છે.
જાણીતા લેખક રામ મોરી અને લેખક-અભિનેતા હાર્દિક સાંગાણી દ્વારા લિખિત આ ફિલ્મમાં જેમાં માનસી પારેખની સાથે મુખ્ય ભુમિકામાં શ્રદ્ધા ડાંગર ઓજસ રાવલ અને સંજય ગોરડિયા છે.
‘મહારાણી' એક એવી ફિલ્મ છે જે આધુનિકસ્ત્રી અને તેના ઘરની કામવાળી બાઈ વચ્ચેના સંબંધને રસપ્રદ રીતે દર્શાવે છે. આ ફિલ્મ એક સોફ્ટ કોમેડી છે. જે એક ઘરની સહાયકની વાર્તા છે જેને ઘરની રાણીની તુલનામાં ગણવામાં આવે છે.
ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ખૂબ જ સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ કોમેડી શૈલીને લઈને સમાજની એક એવી વાર્તા જેના પર મોટા ભાગે લોકોનું ધ્યાન નથી જતું.
