<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 9th July 2025

૨૦૨૫માં અત્‍યાર સુધી ૨૩ ફિલ્‍મે બોક્‍સ ઓફિસ પર ૧૭૦૦ કરોડની કમાણી કરી

હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીનો ગ્રાફ આ છ મહિનામાં કેવો રહ્યો છે અને આવનારી ફિલ્‍મને તે કેટલો ફળશે? : ‘વોર ૨', ‘જોલી એલએલબી ૩', ‘થામા' અને ‘સુપર મેન': આ ફિલ્‍મો રમઝટ બોલાવશે કે નહીં?

મુંબઈ,તા.૦૯: જાન્‍યુઆરીથી જૂન ૨૦૨૫ સુધીમાં ૨૩ મહત્‍વની હિન્‍દી ફિલ્‍મ રિલીઝ થઈ છે જેનાથી ઇન્‍ડસ્‍ટ્રી ૧૭૦૦ કરોડ જેટલી કમાણી કરી છે. આ કમાણીમાં સૌથી મોટો ફાળો ‘છાવા'નો રહ્યો છે, વિકી કૌશલની આ ફિલ્‍મે હિન્‍દીમાંથી કુલ ૫૫૫ કરોડની કમાણી કરી અને દેશભરમાં વિવિધ ભાષાઓ મળીને ૫૬૬ કરોડ સુધી કમાણી કરી લીધી છે.

જો એ સિવાયની ફિલ્‍મની વાત કરવામાં આવે તો અજય દેવગનની સુપરહિટ ફિલ્‍મની સિક્‍વલ ‘રેડ ૨' પણ ૧૬૫ કરોડની કમાણી સાથે એક સુપરહિટ ફિલ્‍મ રહી છે. જો તાજેતરમાં આવેલી ફિલ્‍મની વાત કરવામાં આવે તો ‘હાઉસફુલ ૫'ની બોક્‍સ ઓફિસ સફર પણ લગભગ આટલે દુર સુધી જ પહોંચી છે, જોકે, આ ફિલ્‍મને ઘણો સામાન્‍ય પ્રતિસાદ મળ્‍યો છે.

ત્‍યાર બાદ આવેલી આમિર ખાનની ‘સિતારેં ઝમીન પર'ની વાત કરીએ તો, આ ફિલ્‍મ હાલ હજુ થિએટરમાં ચાલી રહી છે, પરંતુ આ ફિલ્‍મની સફર પણ લગભગ ‘હાઉસફુલ ૫' અને ‘રેડ ટુ'ની આસપાસ જ રહે તેની શકયતા વધારે છે. છતાં એ ફિલ્‍મ હિટ કહેવાશે, આ બધામાં સલમાન ખાનની ફિલ્‍મ ‘સિકંદર'થી દર્શકો ઘણા નિઃરાશ થયા છે, તેને જરા પણ ધારી સફળતા મળી નહીં.

જો આ વર્ષે સામાન્‍ય કરતાં પણ ઓછું પ્રદર્શન કરેલી ફિલ્‍મની વાત કરવામાં આવે તો ‘સિકંદર' માત્ર ૧૦૦ કરોડની આવક સાથે સલમાન ખાનના સ્‍ટારડમની અપેક્ષાએ એક નિષ્‍ફળ ફિલ્‍મ રહી.

 આવું જ ‘જાટ' અને ‘કેસરી ચેપ્‍ટર ૨' સાથે પણ થયું. આ બંને ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ૮૫ કરોડ અને ૯૦ કરોડમાં જ સમેટાઈ ગઈ હતી. આ સિવાયની ફિલ્‍મ તો બોક્‍સ ઓફિસ પર પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવવામાં પણ નિષ્‍ફળ રહી છે.

હવે ટૂંકમાં જે ફિલ્‍મો પાસે ઘણી આશા છે, એવી ‘વોર ૨', ‘જોલી એલએલબી ૩', ‘થામા' અને હોલિવૂડ ફિલ્‍મ ‘સુપરમેન' આવી રહી છે. આ બધી ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર કેટલી કમાલ કરી શકે છે, તે જોવાનું રહ્યું. આ ફિલ્‍મમાં રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્‍મ પાસે ઘણી અપેક્ષાઓ છે અને આ ફિલ્‍મ કમાણીના નવા રેકોર્ડ બનાવી શકે એવી શકયતા પણ છે.

(10:24 AM IST)