News of Thursday, 10th July 2025
તન્વી ધ ગ્રેટ જોયા પછી રડી પડ્યો ખેલાડી કુમાર અક્ષય : સોશિયલ મીડિયા પર શેયર કરી ઈમોશનલ ફીલિંગ
અભિનેતા-દિગ્દર્શક અનુપમ અને તેમની ટીમની અક્ષયે કરી પ્રશંસા

અભિનેતા-દિગ્દર્શક અનુપમ ખેરની ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અક્ષય કુમારે બુધવારે ફિલ્મ જોઈ અને સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો. ફિલ્મ જોયા પછી ભાવુક થયેલા અભિનેતાએ કહ્યું કે વાર્તા શાનદાર છે અને તેણે મને રડાવી દીધો.અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી ને લખ્યું કે ફિલ્મ તેમના હૃદયને સ્પર્શી ગઈ. તેમણે ફિલ્મને ભાવનાત્મક અને પ્રેરણાદાયક ગણાવી.ફિલ્મનું ટ્રેલર શેર કરતા અક્ષયે અનુપમ અને તેમની ટીમની પ્રશંસા કરી. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, "તન્વી જોવામાં થોડો સમય લાગ્યો, પણ મને ખુશી છે કે મેં આ ફિલ્મ જોઈ. 'તન્વી ધ ગ્રેટ' એક એવી વાર્તા છે જેણે મને ભાવુક કરી દીધી અને હું તન્વી માટે મારા હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરું છું. મારા મિત્ર અનુપમ ખેર અને આખી ટીમને શુભકામનાઓ. મોટા પડદા પર તેને જોવા માટે આતુર છું."
(5:40 PM IST)
