<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 11th July 2025

પાકિસ્‍તાન સરકાર રાજકપૂર અને દિલીપકુમારના ઘરને સંગ્રહાલયમાં ફેરવશેઃ ૩.૩૮ કરોડ ફાળવાયા

વર્ષ ર૦૧૪માં પાકિસ્‍તાન સરકારે બંન્‍ને ઇમારતોને રાષ્‍ટ્રીય વિરાસત જાહેર કરેલ : બંન્‍ને દિગ્‍ગજ કલાકારોની પેશાવરથી મુંબઇની સફર, ફિલ્‍મોમાં યોગદાનની ગેલેરી બનાવશે

નવી દિલ્‍હી તા. ૧૧: હિન્‍દી સિનેમાના દિગ્‍ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપકુમારનાં પાકિસ્‍તાનના પેશાવરમાં આવેલાં પૈતળક ઘરોના નવીનીકરણ અને સંરક્ષણ કરવા માટે ખૈબર પખ્‍તુનખ્‍વા પ્રાંતીય સરકારે નોંધપાત્ર પગલું ભર્યું છે.

મીડીયા રિપોર્ટ પ્રમાણે સરકારે આ ઐતિહાસિક ઇમારતોના પુનરુદ્ધાર અને સંરક્ષણ માટે લગભગ ૩.૩૮ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.

રાજ કપૂરની કપૂર હવેલી અને દિલીપકુમારનું પૈતળક ઘર પેશાવરના ઐતિહાસિક કિસ્‍સા ખ્‍વાની બજાર વિસ્‍તારમાં આવેલાં છે અને હાલમાં બહુ જર્જરિત હાલતમાં છે. આ બન્‍ને ઇમારતોને પાકિસ્‍તાન સરકારે ૨૦૧૪માં રાષ્‍ટ્રીય વિરાસત તરીકે જાહેર કરી હતી. ખૈબર પખ્‍તુનખ્‍વા પુરાતત્ત્વ વિભાગે આ બન્‍ને ઇમારતોને દિલીપકુમાર અને રાજ કપૂરના જીવન અને કારકિર્દીને સમર્પિત સંગ્રહાલયોમાં ફેરવવાની યોજના બનાવી છે. જેમાં બન્‍ને કલાકારોની પેશાવરથી મુંબઈ સુધીની યાત્રા અને તેમના યોગદાનને પ્રદર્શિત કરતી એક ગેલરી બનાવવામાં આવશે.

(2:39 PM IST)