‘મહારાણી'નું મજેદાર ટ્રેલરઃ કામવાળી અને મોડર્ન મેમસાબના ટોમ એન્ડ જેરી જેવા ‘બોન્ડ'ની વાતઃ દરેક ઘરમાં ચાલતી કહાની
૧ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે સોશ્યલ-ડ્રામા ફિલ્મ ‘મહારાણી'

મુંબઈ,તા.૧૨: માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર સ્ટારર ફિલ્મ ‘મહારાણી' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલું ટ્રેલર માનસીની આધુનિક મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી મનોરંજક વાર્તાની ઝલક આપે છે. મોડર્ન મેમસાબ તેના ઘરની નોકરાણી સાથેના રમૂજી અને અનોખા સંબંધોની તેની વાર્તા છે ફિલ્મમાં.
અભિનેત્રી માનસી પારેખ અને નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વિરલ શાહ ની જોડી ગોળકેરી અને કચ્છ એક્સ-ેસ જેવી સુપરહિટ ફિલ્મોથી દર્શકોનું મનોરંજ કર્યા બાદ તેમની ત્રીજી ફિલ્મ ‘મહારાણી' દ્વારા ફરી એકવાર દર્શકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે, શહેરમાં રહેતા ભારતીય પરિવારની પળષ્ઠભૂમિ સામે સેટ કરેલી આ ફિલ્મ વાસ્તવિક જીવનના અનુભવોમાંથી લીધેલા કિસ્સાઓને ફિલ્મની વાર્તામાં ઉજાગર કરે છે, જે ઘરકામ કરતી કામવાળીની શાંત છતાં મહત્વપૂર્ણ ભૂમિકા આપણા જીવનને સ્પર્શે છે. આ વાર્તા એક સમકાલીનસ્ત્રી અને તેના ઘરની કામવાળી વચ્ચેના હૃદયસ્પર્શી અને ખાટા-મીઠા સંબંધોની વાત છે.
જેમ જેમ ટ્રેલર આગળ વધે છે, તેમ તેમ તે વાર્તાને ચતુરાઈથી બદલીને ઘરની વાસ્તવિક મહારાણી તરીકે દર્શાવે છે. રાણી - એક અણઘડ કામવાળી ઘણીવાર ઘરમાં ગડબડ કરે છે અને દર વખતે તે બહાના બનાવે છે. જોકે, રાણીને નોકરીમાંથી કાઢી મૂકયા પછી તેમના જીવનમાં વળાંક આવે છે, જેનાથી મનોરંજક ઘટનાઓની શ્રેણી શરૂ થાય છે.
ફિલ્મ ‘મહારાણી'માં ઓજસ રાવલ અને સંજય ગોરડિયા સહિત ઘણા બધા કલાકારો છે. વાર્તા લેખક રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે.(૪૦.૯)
