બોલિવૂડના પીઢ અભિનેતા અસરાનીના નિધનના સોશ્યલ મીડિયામાં ખોટા સમાચારથી ખળભળાટ
કેટલાક યુઝર્સે કોઈપણ માહિતી વિના તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા:અસરાની સંપૂર્ણપણે સ્વસ્થ: હાલમાં 84 વર્ષના છે અને તેમના પરિવાર સાથે રહે છે.

સોશિયલ મીડિયામાં ફિલ્મી સ્ટાર તેમજ અનેક જાણીતી હસ્તીઓના મોતના સમાચારની અફવાઓ ઉડતી હોય છે જેનાં કારણે તેમને મુશ્કેલી થતી હોય છે. ત્યારે હવે ફરી બોલિવૂડ અભિનેતાના મોતના સમાચારે જોર પકડ્યું હતું. દિગ્ગજ અભિનાતાના નિધનના સમાચારથી હડકંપ મચી ગયો છે
બોલિવૂડના પીઢ અભિનેતા અને હાસ્ય કલાકાર અસરાની વિશે એક ખોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કોઈપણ માહિતી વિના તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. જ્યારે અસરાની સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર અસરાનીના મૃત્યુના બધા સમાચાર ખોટા છે. તેઓ હાલમાં 84 વર્ષના છે અને તેમના પરિવાર સાથે રહે છે
અસરાનીનો જન્મ એક સિંધી મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. દેશના ભાગલા પડતા તેમના પિતા જયપુર શિફ્ટ થયા હતા અને કાર્પેટની દુકાન ખોલી હતી. તેમને ચાર બહેનો અને ત્રણ ભાઈઓ હતા. કેટલાકે કૌટુંબિક લોકોએ વ્યવસાય સંભાળ્યો પરંતુ અસરાનીએ સંપૂર્ણપણે નવો રસ્તો પસંદ કર્યો. લોકો હજુ પણ તેમને તેમની કારકિર્દીમાં શોલેના જેલર તરીકે યાદ કરે છે.
આ પછી ઝેવિયર્સ સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક વોઈસ આર્ટિસ્ટ તરીકે કરી હતી. પછી તેઓ ફિલ્મોમાં જોડાયા અને તેમની પહેલી ફિલ્મ હરે કાંચ કી ચૂડિયાં (1969) હતી. બાદમાં, તેઓ ઘણી સહાયક ભૂમિકાઓમાં દેખાયા અને ઘણી ખ્યાતિ મેળવી હતી. અસરાનીએ શોલે, બાવર્ચી, અભિમાન, અનામિકા, અજનબી, છોટી સી બાત, રફુ ચક્કર થી મિલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે વર્ષ 2023માં નોન સ્ટોપ ધમાલ અને ડ્રીમગર્લ 2માં જોવા મળ્યો હતો.
