અનુપમા ફેમ રૂપાળી ગાંગુલીને પસંદ છે જુના ગીતો
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ગીત ' તડપાઓગે .....તડપા લો... સાથે બનાવી શેયર કરીને લખ્યું "ગીતો જૂના નથી થતા, પણ દિલમાં વસે છે:

મુંબઈ: લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી રૂપાલી ગાંગુલી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. તેણીએ એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે 'તડપાઓગે તડપા લો' ગીત પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં, રૂપાલીએ લાલ રંગની સાડી પહેરી છે. તે ગીતના શબ્દો સાથે શાનદાર અભિવ્યક્તિ આપતી ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા, તેણીએ કેપ્શનમાં લખ્યું હતું કે, "ગીતો જૂના નથી થતા, પણ દિલમાં વસે છે."ચાહકોને તેની આ ખાસ શૈલી ખૂબ જ પસંદ આવી રહી છે. રૂપાલીના ચાહકો કોમેન્ટ સેક્શનમાં તેની સાથે 'હાર્ટ', 'ફાયર' અને 'સ્માઇલી' ઇમોજી શેર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ ગીત થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેના પગલે અભિનેત્રી સપના ચૌધરી અને ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ પણ વીડિયો બનાવ્યા અને લાખો વ્યૂઝ મેળવ્યા.'તડપોગે તડપા લો' ગીત ૧૯૫૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'બરખા'નું છે. આ ગીત સ્વર કોકિલા લતા મંગેશકરે ગાયું છે. ગીતના શબ્દો રાજિન્દર કૃષ્ણના છે. તે તમિલ ફિલ્મ 'થાઈ પિરાંધલ વાઝી પિરાક્કુમ' ની રીમેક હતી.ગીતનું સંગીત ખૂબ જ સુરીલું છે, જે ચિત્રગુપ્ત દ્વારા રચિત હતું. ગીતની જેમ આ ફિલ્મને પણ લોકોને ખૂબ ગમી હતી. નંદા, જગદીપ, શુભા ખોટે, આનંદ કુમાર, ડેવિડ અબ્રાહમ, અચલા સચદેવ, લીલા ચિટનીસ અને મોહન ચોટી જેવા કલાકારોએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મના દિગ્દર્શકો આર. કૃષ્ણન અને એસ. પંજુ હતા. તે એવીએમ પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ રિલીઝ થઈ હતી.
