OTT પ્લેટફોર્મ્સ પર નંબર વન બની ગઈ ક્રિમિનલ જાસ્ટિસની ચોથી સીઝન
૨૦૨૫માં અત્યાર સુધીમાં ભારતમાં OTT પ્લેટફોર્મ્સ પર સૌથી વધુ જોવામાં આવેલી સિરીઝ અને ફિલ્મો કઈ

મુંબઇ તા.૧૮: ક્રિમિનલ જાસ્ટિસ - સીઝન ૪ આ યાદીમાં નંબર વન પર પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જાસ્ટિસ'ની ચોથી સીઝન છે. જિયોહોટસ્ટાર પર આવેલી આ સિરીઝને ૨.૭૭ કરોડ લોકોએ જોઈને એને નંબર વન બનાવી છે. પંકજ ત્રિપાઠી તેમની એક્ટિંગથી ફરી એક વાર લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા છે
પાતાલલોક ૨
એક્શન-ક્રાઇમથી ભરપૂર જયદીપ અહલાવતની ‘પાતાલલોક ૨' આ વર્ષે આવી હતી. હાથીરામ ચૌધરી બનતો જયદીપ ફરી એક વાર લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. આ સિરીઝ ૧.૬૮ કરોડ વ્યુઝ સાથે ચોથા નંબરે છે
પંચાયત - સીઝન ૪
‘પંચાયત'ની સીઝન ૪ તાજેતરમાં ટેલિકાસ્ટ થઈ હતી. આ સીઝનને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ સિરીઝને ૨.૩૮ કરોડ લોકો જોઈ ચૂક્યા છે.
સ્ક્વિડ ગેમ ૩
આ કોરિયન સિરીઝ લોકોને બહુ ગમી છે અને એટલે એની ત્રીજી સીઝન સુપરહિટ થઈ ગઈ છે. આ સિરીઝે ૧.૬૫ કરોડ વ્યુઝ સાથે પાંચમા નંબરે સ્થાન મેળવ્યું છે.Share:
એક બદનામ આશ્રમ - સીઝન ૩, પાર્ટ ૨
બોબી દેઓલની સિરીઝ ‘આશ્રમ' ખૂબ હિટ રહી છે. આ સિરીઝની ૩ સીઝન આવી અને બધી જ હિટ રહી. આ વર્ષે ત્રીજી સીઝનનો બીજો ભાગ આવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. આને ૨.૭૧ કરોડ વ્યુઝ મળ્યા છે.(૩૮.૩)
