<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 18th July 2025

સલમાન ખાન પર ઊંમરની અસર... એક્‍શન સીન કરવામાં મુશ્‍કેલી

સલમાન ખાન છેલ્‍લા ૨૦ વર્ષથી હિન્‍દી સિનેમાના સૌથી મોટા એક્‍શન સ્‍ટાર્સમાંના એક છે. ‘વોન્‍ટેડ' અને ‘દબંગ' પછીથી તેણે બોલિવૂડને અનેક મોટી એક્‍શન ફિલ્‍મો અને હિટ ફ્રેન્‍ચાઈઝી આપી છે

 

મુંબઈ,તા.૧૮: સલમાન ખાન છેલ્‍લા ૨૦ વર્ષથી હિન્‍દી સિનેમાના સૌથી મોટા એક્‍શન સ્‍ટાર્સમાંના એક છે. ‘વોન્‍ટેડ' અને ‘દબંગ' પછીથી તેણે બોલિવૂડને અનેક મોટી એક્‍શન ફિલ્‍મો અને હિટ ફ્રેન્‍ચાઈઝી આપી છે. પણ હવે સલમાન ખાન માને છે કે, દર વર્ષે, દર મહિને, દરેક દિવસ પસાર થતાં તેને માટે એક્‍શન સીન કરવા મુશ્‍કેલ થતાં જાય છે.

સલમાન ખાને મુંબઈની એક ઇવેન્‍ટ દરમિયાન પોતાની આગામી ફિલ્‍મ બેટલ ઓફ ગલવાન વિશે જણાવ્‍યું. આ મચ-અવેઇટેડ વોર ફિલ્‍મ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્‍ચે થયેલી ગલવાન ઘાટીના સંઘર્ષ પર બેઝ્‍ડ છે, જેને અપૂર્વ લાખિયા ડિરેક્‍ટ કરી રહ્યા છે. સલમાન ખાને ફિલ્‍મમાં જબરજસ્‍ત એક્‍શન સીન્‍સ કર્યા છે.

કેટલી મુશ્‍કેલ થઈ સલમાન ખાનની ટ્રેનિગ? આને યાદ કરતાં એક્‍ટરે કહ્યું- આ ફિલ્‍મ શારીરિક રીતે ખૂબ જ મુશ્‍કેલ છે. દર વર્ષે, દર મહિને, દરરોજ આ વધારે મુશ્‍કેલ થઈ રહ્યું છે. હવે મને ટ્રેનિગ માટે વધારે સમય આપવો પડે છે. પહેલામાં એક કે બે અઠવાડિયામાં તૈયારી કરી લેતો હતો, હવે મારે દોડવું, કિકિગ, પંચિગ અને બાકી બધું કરવું પડે છે. આ ફિલ્‍મ બધું જ ડિમાન્‍ડ કરે છે.

ઠંડીમાં શૂટ કરવામાં થઈ મુશ્‍કેલી? સલમાન ખાને જણાવ્‍યું કે આ ફિલ્‍મ માટે તે ખૂબ જ ઉત્‍સાહિત છે. પણ હવે એક્‍ટરની ઊંમર ૫૯ વર્ષનો થઈ ગયો છે. એવામાં પહેલાની જેમ એક્‍શન કરવી સરળ નથી. સલમાન બોલ્‍યા- જ્‍યારે મેં ફિલ્‍મ સાઈન કરી, મને લાગ્‍યું કે આ ખૂબ જ શાનદાર છે, પણ આ ફિલ્‍મ કરવી અઘરી, ખૂબ જ અઘરી છે. મને લદ્દાખમાં ૨૦ દિવસ શૂટિગ કરવી છે અને ૭-૮ દિવસ ઠંડા પાણીમાં શૂટ કરવાનું છે. અમે આ જ મહિને શૂટિગ શરૂ કરીશું.

શું બજરંગી ભાઈજાનની સિક્‍વલ બનશે? સલમાને ઈન્‍ડિયન સુપરક્રોસ રેસિગ લીગ (ISRL) ની બીજી સીઝનના કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે એ પણ પુષ્ટિ આપી કે બેટલ ઓફ ગલવાન તેની અન્‍ય મોટી ફિલ્‍મોની જેમ ઈદ પર રિલીઝ થશે નહીં, પરંતુ તે આવતા વર્ષે જાન્‍યુઆરીમાં આવશે. ‘બેટલ ઓફ ગલવાન‘ ઉપરાંત, સલમાન ખાને એમ પણ કહ્યું કે તે ‘બજરંગી ભાઈજાન‘ની સિક્‍વલ પર પણ કામ કરી રહ્યો છે. જોકે, દિગ્‍દર્શક કબીર ખાને ફિલ્‍મની સિક્‍વલ બનાવવાનો ઇનકાર કરી દીધો છે.

સલમાન ખાનની ફિલ્‍મ ‘બેટલ ઓફ ગલવાન' હાલમાં ચર્ચામાં છે. આ એક વોર-ડ્રામા છે અને હાલમાં જ એનો ફર્સ્‍ટ લુક રિલીઝ કરવામાં આવ્‍યો હતો. આ ફિલ્‍મનું શૂટિગ શરૂ થવાની તૈયારીમાં છે ત્‍યારે સલમાનના ફેન ફિલ્‍મની રિલીઝ-ડેટ વિશે જાણવા તત્‍પર છે.  સલમાનની ફિલ્‍મો સામાન્‍ય રીતે ઈદ પર રિલીઝ થાય છે, પણ ‘બેટલ ઓફ ગલવાન' ઈદ વખતે રિલીઝ થાય એની શક્‍યતા બહુ ઓછી છે.(૪૦.૭)

 

 

 

 

(10:05 AM IST)