હોલીવુડ ફિલ્મ 'પ્રીટી લિટલ બેબી' ફેમ ગાયિકા કોની ફ્રાન્સિસનું 87 વર્ષની વયે નિધન
૪ જુલાઈ કોની ફ્રાન્સિસે ફેસબુક પર પોતાના સ્વાસ્થ્યની છેલ્લી પોસ્ટ શેર કરી હતી : ૧૯૫૦ના દાયકામાં કોનીના ગીતો હતા લોકપ્રિય

મુંબઈ: 'સ્ટુપિડ ક્યુપિડ', 'પ્રીટી લિટલ બેબી' અને 'મામા' જેવા લોકપ્રિય ગીતો ગાયક કોની ફ્રાન્સિસનું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ દિગ્ગજ ગાયિકાનું બુધવારે અવસાન થયું. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમના મિત્ર રોન રોબર્ટ્સે ફેસબુક પર એક પોસ્ટમાં કરી હતી.તેમણે લખ્યું, "ભારે અને દુઃખી હૃદય સાથે, હું તમને જાણ કરું છું કે મારા પ્રિય મિત્ર કોની ફ્રાન્સિસનું ગઈકાલે રાત્રે અવસાન થયું." અહેવાલ મુજબ, અગાઉ પ્રખ્યાત ગાયિકા કોની ફ્રાન્સિસે ચાહકોને જાણ કરી હતી કે તેમને ૨ જુલાઈના રોજ ગંભીર દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમણે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપવાની યોજના રદ કરી હતી.તેમણે કહ્યું હતું કે તેમની હજુ પણ તપાસ ચાલી રહી છે. હું મારા સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ્સ શેર કરતી રહીશ.આ પહેલા ૪ જુલાઈના રોજ, કોની ફ્રાન્સિસે ફેસબુક પર છેલ્લી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે પોતાના વિશે વાત કરી હતી.૧૯૫૦ના દાયકામાં કોનીએ તેમના ગીતોથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેના ઘણા ગીતો હિટ રહ્યા, જેમાં 'સ્ટુપિડ ક્યુપિડ', 'લિપસ્ટિક ઓન યોર કોલર', 'હૂ ઈઝ સોરી નાઉ' અને 'વ્હેર ધ બોયઝ આર'નો સમાવેશ થાય છે.
